Akshaya Tritiya : અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ
Akshaya Tritiya : સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી સુખ, સમૃદ્ધિમાં અનેક ઘણો વધારો થાય છે. એટલું જ નહીં આ દિવસને લગ્ન સહિતના શુભ કાર્યો માટે અતિશુભ માનવામાં આવે છે. આ દિવસે શરૂ કરેલા નવા કાર્યથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારેય ઉજવાશે તેનું શુભ મુહૂર્ત કહ્યું છે અને અક્ષય તૃતીયા કઈ રાશિઓ માટે લાભકારી રહેવાની છે.
ક્યારે છે અક્ષય તૃતીયા ?
Akshaya Tritiya : આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવાશે. અક્ષય તૃતીયાની તિથિનો પ્રારંભ 10 મે એ સવારે 4.17 મિનિટથી થશે અને સમાપન 11 મે ની રાત્રે 2.50 મિનિટે થશે. અક્ષય તૃતીયાના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 5.33 થી બપોરે 12.18 મિનિટ સુધીનું છે. આ સમય દરમિયાન પૂજા તેમજ સોના-ચાંદીની ખરીદી કરવી શુભ રહે છે.
અક્ષય તૃતીયાના શુભ સંયોગ
આ પણ વાંચો: Salangpur : હવે અમદાવાદથી દાદાના સાળંગપુર પહોંચાશે માત્ર 40 મિનિટમાં, શરૂ કરાશે હેલિકોપ્ટર રાઇડ, જાણો રેટ
Akshaya Tritiya : શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા પર શુભ અને મંગલકારી સુકર્મા બની રહ્યો છે. સુકર્મા યોગની શરૂઆત 10 મે એ બપોરે 12 કલાકથી થશે અને 11 મે ના રોજ સવારે 10 કલાક સુધી રહેશે. અક્ષય તૃતીયાના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં સોનાની ખરીદી કરવી શુભ ગણાય છે.
કઈ રાશિઓ માટે લાભકારી છે અક્ષય તૃતીયા
Akshaya Tritiya : જ્યોતિષશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયા પર જે શુભ સંયોગ બની રહ્યા છે તે કેટલીક રાશિના લોકોને લાભ કરાવશે. આ વર્ષની અક્ષય તૃતીયા મેષ, મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે લાભકારી છે. આ પાંચ રાશિના લોકોને વેપારમાં સૌથી વધુ ફાયદો થશે. આ સમય દરમિયાન કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ પણ થવાના યોગ બની રહ્યા છે
more article : Swapan Shastra : સપનામાં જો આ વસ્તુઓ દેખાય તો બેડોપાર સમજો, રાતોરાત બની જશો કરોડપતિ