Akshaya Tritiya 2024 : અખાત્રીજના દિવસે કરેલા આ 4 સરળ કામનું મળે છે વિશેષ ફળ, ઘરમાં થાય છે માં લક્ષ્મીની પધરામણી

Akshaya Tritiya 2024 : અખાત્રીજના દિવસે કરેલા આ 4 સરળ કામનું મળે છે વિશેષ ફળ, ઘરમાં થાય છે માં લક્ષ્મીની પધરામણી

Akshaya Tritiya 2024 : હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. આ એક વણજોયું મુહુર્ત હોય છે.. જેમાં માંગલિક કાર્ય કરવા શુભ ગણાય છે. આ દિવસે લોકો ધનના દેવી માં લક્ષ્મીની પૂજા પણ કરે છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો શુભ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીય ક્યારે ઉજવાશે અને ચાર સરળ ઉપાય કયા છે.

ક્યારે ઉજવાશે અક્ષય તૃતીયા ?

Akshaya Tritiya 2024 : વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવાશે. ત્રીજની તિથિની શરૂઆત 10 મે સવારે 4 કલાક અને 17 મિનિટે થશે અને તેનું સમાપન 11 મે ના રોજ મોડી રાત્રે 2 કલાક અને 50 મિનિટ થશે. તેથી અક્ષય તૃતીયા 10 મે ના રોજ ઉજવાશે. આ દિવસે પૂજાનું શુભ મૂહુર્ત સવારે 5 કલાક અને 33 મિનિટથી શરૂ થશે જે 12 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો.

અક્ષય તૃતીયાના 4 સરળ ઉપાય

ધન પ્રાપ્તિનો ઉપાય

Akshaya Tritiya 2024 : અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી. આ દિવસે માતા લક્ષ્મી ને ગુલાબના ફૂલ અર્પણ કરવા અને વિધિ વિધાનથી પૂજા કરવી. સાથે જ તેમને ખીરનો ભોગ ધરાવો. આમ કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે.

આર્થિક સમસ્યાથી મુક્તિ માટેનો ઉપાય

જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીને કેસર અને હળદર અર્પણ કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાથી છુટકારો મળે છે.

આ પણ વાંચો : HUNUMAN JKAYANTI : 23 અથવા 24 એપ્રિલ હનુમાન જયંતિ ક્યારે છે? જાણો શુભ સમય અને પૂજાની રીત.

સૌભાગ્ય પ્રાપ્તિ માટે

Akshaya Tritiya 2024 : અખા ત્રીજના દિવસે સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ ઉપાય કરી શકાય છે. તેના માટે આંબાના અથવા તો આસોપાલવના તાજા પાનનું તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો.

પ્રગતિ માટે

Akshaya Tritiya 2024 : ઘર પરિવારની પ્રગતિ માટે અખાત્રીજના દિવસે સોનાના ઘરેણાની ખરીદી કરી તેને ઘરની ઉત્તર દિશામાં રાખો. કહેવાય છે કે આ દિવસે ખરીદેલું સોનું ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે અને માતા લક્ષ્મીની કૃપા ઘર પર હંમેશા રહે છે.

more article : Rashifal : 9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *