Akhand Ramdhun : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન..
Akhand Ramdhun : રાજકોટમાં કાલારોડ પર આવેલા સંકીર્તન મંદિરમાં 14000થી વધારે દિવસોથી 24 કલાક અખંડ રામધુન ચાલી રહી છે. પ્રેમભિક્ષુક મહારાજે અખંડ રામધૂનની શરુઆત કરાવી હતી જે હાલમાં પણ અવિરત ચાલી રહી છે
સૌરાષ્ટ્રમાં છ જગ્યાએ વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે. જામનગર બાલા હનુમાન મંદિરે સાંઈઠ વર્ષથી, દ્વારકા અને પોરબંદર સત્તાવન વર્ષથી, જૂનાગઢ સત્યાવીસ વર્ષથી, મહુવા છવ્વીસ વર્ષથી અને રાજકોટમાં ચાલીસ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. રાજકોટમાં કાલારોડ પર આવેલા સંકીર્તન મંદિરમાં 14000થી વધારે દિવસોથી 24 કલાક અખંડ રામધુન ચાલી રહી છે. પ્રેમભિક્ષુક મહારાજે અખંડ રામધૂનની શરુઆત કરાવી હતી જે હાલમાં પણ અવિરત ચાલી રહી છે.
સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં વર્ષોથી અખંડ રામધૂન
આપણા દેશમાં ભગવાન શ્રીરામના નામ માટે લોકો અવિરત સેવા આપતા હોય છે. રાજકોટમાં એવુ મંદિર આવેલુ છે જ્યાં છેલ્લા 40 વર્ષથી એટલે કે 14,000 દિવસથી પણ વધારે દિવસો અને સતત 24 કલાક એટલે સાડા ત્રણ લાખ કલાકથી પણ વધારે કલાકોથી રામ નામની અવિરત ધૂન એટલે રામનું નામ લોકો પોતાના મુખેથી લઈ રહ્યા છે.
બિહારના પ્રેમજી મહારાજને વિચાર આવ્યો કે લોકોના મુખેથી રામનું નામ લેવાય તો રામનું નામ લેવા માટે શું વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને ચાલુ થઈ રામધૂન જે હાલમાં સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં ચાલે છે અને આ મંદિરો સંકીર્તન નામથી ઓળખાય છે. સૌ કોઈ લોકો ઘરે પૂજાપાઠ કરતા હોય છે પણ સંકીર્તન મંદિરમાં થતી રામધૂનની સાથે માળા કરવાનુ ફળ જ અનોખુ મળે છે. ચોવીસ કલાક ચાલતી રામધૂન અનોખી ઉર્જાની અનુભૂતી ઉત્પન્ન કરે છે