આકાશ અંબાણીની સાળી તો જોરદાર સુંદર અને સ્લાઈલિશ છે યાર, તસ્વીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશો
આકાશ અંબાણીની સાળી તો જોરદાર સુંદર અને સ્લાઈલિશ છે યાર, હોટ તસવીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશોદેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક અને એશિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહે છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે. તેમના મોટા દીકરા આકાશ અંબાણીએ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. શ્લોકા તેના સરળ સ્વભાવ અને સાદગી માટે જાણિતી છે.
શ્લોકાના અને આકાશના લગ્ન 2019માં થયા હતા અને આ કપલે 2020માં તેમના દીકરા પૃથ્વી અંબાણીનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. શ્લોકા અંબાણી પરિવાર સાથે ઘણુ સારુ બોન્ડિંગ શેર કરે છે, પણ તેની બહેન દિયા મહેતા સાથે ખૂબ જ ઊંડો સંબંધ ધરાવે છે. દિયા મહેતા તેના લુક્સ અને સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
દિયા મહેતાએ વર્ષ 2017માં આયુષ જાતિયા સાથે લગ્ન કર્યા હતા. આયુષ હાર્ડકેંસલ રેસ્ટોરન્ટ (મેકડી ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી)ના એમડી છે. દીયા મહેતા અને શ્લોકા મહેતા બિઝનેસમેન રસેલ અરુણ મહેતાની દીકરીઓ છે. દિયા શ્લોકાથી અલગ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને સમય સમય પર તસવીરો શેર કરતી રહે છે.
દીયા મહેતા ફેમીલી બિઝનેસ સંભાળી રહી છે અને આ સાથે તે મોડલિંગ પણ કરે છે. દીયાના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. દિયા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની ફ્રેન્ડ પણ છે. બંનેએ મુંબઇની એક જ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. દિયાએ લંડનની કોલેજથી ફેશન કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેના લગ્નમાં અંબાણી પરિવાર પણ સામેલ થયો હતો.
જણાવી દઇએ કે, એપ્રિલ 2022માં શ્લોકાની બહેને બીજી પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી, ત્યારે તે આવનાર બેબીને લઇને ઘણી એક્સાઇટેડ હતી. 6 ઓક્ટોબર 2022ના રોજ દીયા મહેતાએ તેના બીજા બાળકના આ દુનિયામાં આવવાની ઘોષણા કરી. તેણે આ ગુડન્યુઝને એક સુંદર ફોટો શેર સાથે કરી, જે તેના માં બન્યાના જસ્ટ પહેલાની હતી.
આ દરમિયાન તેણે લોન્ગલેંથ વાળો ડ્રેસ પહેર્યો હતો, જેણે તે સમયે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. બેબીને જન્મ આપ્યા પહેલા દીયાએ એક કિલર ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેની તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. દીયા અને શ્લોકાના પિતા દેશના સૌથી મોટા હીરા વેપારીઓમાંના એક છે.