Akalamukhi Hanuman Dada : કડોદરામાં બિરાજે અકળામુખી હનુમાન દાદા, સ્વયંભૂ પ્રગટી અગિયારમુખી પ્રતિમા, જાણો રસપ્રદ ઈતિહાસ..

Akalamukhi Hanuman Dada : કડોદરામાં બિરાજે અકળામુખી હનુમાન દાદા, સ્વયંભૂ પ્રગટી અગિયારમુખી પ્રતિમા, જાણો રસપ્રદ ઈતિહાસ..

Akalamukhi Hanuman Dada : અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતમાં આવેલા કડોદરામાં બિરાજમાન અકળામુખી હનુમાનદાદાના મંદિરે શનિવારે અને મંગળવારે દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડે છે

Akalamukhi Hanuman Dada : અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતના કડોદરામાં અકળામુખી હનુમાનજીનુ મંદિર આવેલુ છે. કળિયુગના દેવ મનાતા હનુમાનજી મહારાજ એક બે નહી, એક સાથે અગિયાર મુખ ધરાવે છે. 700 વર્ષથી પણ વધુ પૌરાણિક અકળામુખી હનુમાનજી દાદા સાથે શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે.

Akalamukhi Hanuman Dada : ભારતમાં વર્ષોથી મહાબલી હનુમાનજીની ઉપાસના થાય છે અને તેમાં પણ કષ્ટભંજનદાદાને સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. દેશમાં હનુમાનજીના અનેક પાવન સ્થાન આવેલા છે. આવું જ એક સ્થાન સુરત જિલ્લાના કડોદરામાં આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર છે.

Akalamukhi Hanuman Dada
Akalamukhi Hanuman Dada

સુરતના કડોદરામાં અકળામુખી હનુમાનજીનુ મંદિર

Akalamukhi Hanuman Dada : અકળામુખી હનુમાનદાદાના મંદિરે દાદાના દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. લોકોએ હનુમાનજીના સિંદૂર સ્વરૂપના દર્શન કર્યા હશે, સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના દર્શન કર્યા હશે પણ હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન કે જે 11 મસ્તકધારી છે તે અકળામુખી હનુમાનજીના મંદિરે કરી શકાય છે.

આ પણ વાંચો : NAVRATRI : ચૈત્રી નોરતામાં એકવાર ચોક્કસ આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે પૂરી..

Akalamukhi Hanuman Dada : કડોદરાના દિવ્ય સ્થાનકે હનુમાનજીની અગિયારમુખી પ્રતિમાના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે. અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતમાં આવેલા કડોદરામાં બિરાજમાન અકળામુખી હનુમાનદાદાના મંદિરે શનિવારે અને મંગળવારે દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડે છે.

Akalamukhi Hanuman Dada : સતત વ્યસ્ત રહેતા માર્ગ પર મંદિર આવેલુ છે તો પણ અહીં ભક્તો શાંતિનો અહેસાસ કરે છે. દૂરદૂરથી આવતા ભક્તો જ્યારે પણ આ માર્ગ પરથી નીકળે તો મંદિરે આવીને દાદાના દર્શન કરવાનું  ભૂલતા નથી.

Akalamukhi Hanuman Dada
Akalamukhi Hanuman Dada

કળિયુગના દેવ હનુમાનજી મહારાજ

Akalamukhi Hanuman Dada : ભક્તોની આસ્થા છે કે આ સ્થાન પર અકળામુખી હનુમાનજીની કૃપા છે અને આથી જ તેઓ જ્યારે પણ મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે તેમની તમામ મુશ્કેલીઓનો આપમેળે અંત આવી જાય છે.વર્ષોથી અકળામુખી હનુમાનજી મહારાજ બિરાજમાન છે અગિયાર મુખવાળા દાદાના ચરણે જતા જ દૂખદારિદ્ર દૂર થાય છે.

Akalamukhi Hanuman Dada : આમ તો અકળામુખી હનુમાન દાદાનુ મંદિર અનેક વર્ષ પ્રાચીન છે પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી આ દિવ્ય મંદિરનો ભવ્ય જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા સાથે દર શનિવારના રોજ મંદિરે માનવમહેરામણ ઉમટે છે.

Akalamukhi Hanuman Dada : અકળામુખી હનુમાનજીના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ અને માટીની છે. મંગળવારે અને શનિવારે દાદાને તેલ ચઢાવવાથી શનિની પનોતી ઉતરે છે.દાદાના મંદિરે નાશિક અને મુંબઈથી પણ લોકો માનતા પૂર્ણ કરવા આવે છે.

Akalamukhi Hanuman Dada
Akalamukhi Hanuman Dada

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *