Ahmedabad : 8 વર્ષનું બાળક રમતાં રમતાં કેનાલમાં ડૂબતાં કાદવ શરીરમાં ઘૂસ્યો; ફેફસાં સફેદ થયાં, પરિવારે આશા છોડી,પણ અમદાવાદના ડોક્ટરોએ ફરી હસતું-રમતું કર્યું..

Ahmedabad : 8 વર્ષનું બાળક રમતાં રમતાં કેનાલમાં ડૂબતાં કાદવ શરીરમાં ઘૂસ્યો; ફેફસાં સફેદ થયાં, પરિવારે આશા છોડી,પણ અમદાવાદના ડોક્ટરોએ ફરી હસતું-રમતું કર્યું..

એક આઠ વર્ષનું બાળક રમતાં-રમતાં કાદવમાં ડૂબી ગયું હતો. જેને લોકોએ બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યું હતું. બાળકનાં ફેફસાં સફેદ થઈ ગયાં હતાં તથા અંગ કામ કરવાનું બંધ થઈ ગયું હતું. જેથી બાળકને Ahmedabad સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.

Ahmedabad
Ahmedabad

ખૂબ જ ગંભીર હાલતમાં બાળકની સારવાર કરવામાં આવી હતી. આ સારવાર વચ્ચે 5મા દિવસે બાળક ભાનમાં આવ્યું અને 14 દિવસે Ahmedabadની હોસ્પિટલમાંથી સારવાર લઈને ઘરે હસતું રમતું અગાઉની જેમ પરત ગયું છે. કહી શકાય કે, આ બાળકનો ચમત્કારી બચાવ થયો છે.

બાળકને બેભાન અવસ્થામાં કાદવમાંથી બહાર કાઢ્યું

સુરેન્દ્રનગર પાસેના એક ગામમાં રહેતા પરિવારનું આઠ વર્ષનું બાળક થોડા દિવસ પહેલાં ઘર પાસે ક્રિકેટ રમી રહ્યું હતું. ત્યારે બોલ પાસેની કેનાલમાં જતો રહ્યો હતો. કેનાલમાં માત્ર ખીચોખીચ કાદવ ભરેલો હતો.

Ahmedabad
Ahmedabad

બાળક અને તેનો 14 વર્ષનો મિત્ર કેનાલમાં બોલ લેવાં ગયાં, ત્યારે બંને કેનાલમાં ફસાયા હતા. અન્ય બાળક 14 વર્ષનું મોટું હોવાથી અન્ય લોકોની મદદથી તરત બહાર નીકળી ગયું હતું. જ્યારે 8 વર્ષનું બાળક કાદવમાં ફસાઈ ગયું હતું. બાળકને આસપાસના લોકોએ ભેગા મળીને બહાર કાઢ્યું હતું. બાળક બેભાન અવસ્થામાં હતું.

આ પણ વાંચો : Weight Loss : સવારે નાસ્તામાં ખાશો આ એક વસ્તુ તો ઝડપથી ઘટશે વજન અને થશે આ 5 ફાયદા..

બાળકની તબિયત વધુ ખરાબ થતાં Ahmedabad લવાયું

બાળક શ્વાસ પણ નહોતું લઈ શકતું, જેથી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકની તબિયત વધુ ખરાબ થઈ રહી હતી જેથી પરિવારના સભ્યની સલાહથી બાળકને Ahmedabadની ડિવાઈન ચાઈલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

Ahmedabad
Ahmedabad

વેન્ટિલેટર પર જ બાળકને Ahmedabad લાવવામાં આવ્યું હતું. અમદાવાદની હોસ્પિટલમાં લાવ્યા બાદ એક્સપર્ટ ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ બાળક શ્વાસ ન લઈ શકતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.

હૃદયનું પંપિંગ નબળું પડી ગયું હતું

બાળકનાં ફેફસાં સફેદ થઈ ગયાં હતાં. બાળકને સતત ખેંચ આવી રહી હતી. તેમજ મગજનું દબાણ ખૂબ જ વધી રહ્યું હતું. હૃદયનું પંપિંગ નબળું પડી ગયું હતું. ઓક્સિજન ન મળવાને કારણે લીવર અને કિડની પર ઈજાઓ થઈ હતી.

આ સાથે જ ચેપ આખા શરીરમાં પ્રસરી ગયો હતો. બાળકને તમામ મુશ્કેલીમાંથી બહાર લાવવું જરૂરી હતું. અને આ મુજબ બાળકનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો. બાળકના શરીરમાંથી કાદવ કાઢવામાં આવી રહ્યો હતો.

Ahmedabad
Ahmedabad

કાદવ દૂર કરવા તમામ પ્રયાસો કર્યાઃ હાર્દિક પટેલ

આ મામલે ડિવાઈન ચાઈલ્ડ હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં ફેફસામાં રહેલ મળને દૂર કરવામાં આવ્યો હતો. બાળકને પૂરેપૂરો વેન્ટિલેટરનો સ્પોર્ટ આપવામાં આવ્યો હતો.

હૃદયનું પંપિંગ મજબૂત કરવા 2-3 પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. મગજમાં આવેલી ખેંચ માટે દવા ચાલુ કરાવવામાં આવી હતી. કિડનીના સોજા ઓછો કરવા દવા ચાલુ કરવામાં આવી હતી. કાદવ દૂર કરવા પણ એન્ટિ બાયોટિક ચાલુ કરવામાં આવી હતી.

‘બાળકે આંખ ખોલતાં આશાનું કિરણ દેખાયું’

સારવારના 5મા દિવસે બાળકે આંખ ખોલતાં આશાનું કિરણ દેખાયું હતું. ફેફસાં અને અન્ય અંગો સારાં થવા લાગ્યાં હતાં. આઠમા દિવસે વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યું હતું. લગભગ 14 દિવસની સારવાર બાદ બાળક એકદમ સ્વસ્થ્ય થઈ ગયું હતું.

‘આ પ્રકારનાં બાળકો સ્થળ પર જ મૃત્યુ પામે છે’

ડોકટરે વધુમાં જણાવ્યું કે, બાળકના પરિવારે પણ હિંમત છોડી દીધી હતી. બાળકના પરિવારે અમને કહ્યું હતું કે, તમારાથી થતી મહેનત કરો. બાળકને સારવાર સાથે વેન્ટિલેટર પર અહીંયાં લાવવામાં આવ્યો તે સૌથી સારી બાબત હતી. આ પ્રકારનાં બાળકો સ્થળ પર જ મૃત્યુ પામે અથવા હોસ્પિટલમાં મૃત્યુ પામે, પરંતુ આ બાળકનો ચમત્કારી બચાવ થયો છે.

more article : Accident : અમદાવાદનું SG હાઇવે બન્યું અકસ્માતોનું હબ, પકવાન બ્રિજ પર ચાલુ ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ પાછળ ઘૂસી ગઈ; સદનસીબે કોઈ જાનહાનિ નો થઈ …

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *