Ahmedabad : નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફરતી પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવું અહીં જોવા મળશે

Ahmedabad : નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફરતી પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવું અહીં જોવા મળશે

હેરિટેજ શહેર Ahmedabad ની આન બાન અને શાન સમા અનેક સ્થાપત્યો છે. પરંતું પતંગ હોટલની વાત જ કંઈક અલગ છે. અમદાવાદની ઓળખ છે પતંગ હોટલ. ગૂગલમાં પતંગ હોટલ સાથેની ઈમેજ હોય એટલે અમદાવાદ શહેર ઓળખાઈ જાય છે.

ત્યારે બંધ પડેલી પતંગ હોટલ હવે નવા રંગરૂપમાં Ahmedabad ઓની સામે આવી રહી છે. 4 વર્ષના બ્રેકમા પતંગ હોટલનું રિનોવેશન હાથ ધરાયુ હતું. જેના બાદ આજે તે ફરીથી શરૂ થવા જઈ રહી છે. એક્ટર સુનિલ શેટ્ટીના હસ્તે નવી પતંગ હોટલનો શુભારંભ કરવામાં આવશે. જ્યાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટનું નવુ નજરાણું પણ માણવા મળશે.

Ahmedabad
Ahmedabad

4 વર્ષ રિનોવેશન કામ ચાલ્યું

Ahmedabad ની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ થવાની છે. કોરોના અગાઉ રિનોવેશન માટે હોટલ બંધ થઈ હતી, જે હવે ફરીથી શરૂ થવા જઇ રહી છે. નવા અંદાજમાં હવે પતંગ હોટલ જોવા મળશે.

આ પણ વાંચો : Salangpur : નવરાત્રીમાં સાળંગપુર કષ્ટભંજન દેવ મહારાજને કરવામાં આવ્યો આ દિવ્ય શણગાર, જુઓ ફોટા ….

ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિગ હોટલ હશે. જે પ્રમાણે દુબઈમાં બુર્જ ખલીફા પર અલગ અલગ દૃશ્યો જોવા મળે છે, તે પ્રકારના દૃશ્યો હવે પતંગ હોટલ પર પણ જોવા મળશે.આ ઉપરાંત અનેક નવા ફેરફાર સાથે પતંગ હોટલ શરૂ થશે.

Ahmedabad
Ahmedabad

આ વિશે ધર્મદેવ ગ્રૂપના ઉમંગ ઠક્કરે જણાવ્યું કે, 1983 માં જ્યારે ભારત વર્લ્ડકપ જીત્યુ હતું, ત્યારે પતંગ હોટલનું નિર્માણ થયુ હતું. ભારતના પ્રથમ માસ્ટર શેફ અજય ચોપડાના માર્ગદર્શનમાં તમામ ક્યુઝીન તથા મેનુ Ahmedabad ના રસિકો માટે પિરસવામાં આવશે.

Ahmedabad
Ahmedabad

હાલ પતંગ હોટલને નવા જમાના મુજબ ગ્લોબલ ટચ આપવામાં આવ્યો છે. આ માટે લગભગ 12 કરોડનો રિનોવેશનના ખર્ચાનો અંદાજ મૂકાયો હતો, તેની સામે 22 કરોડ જેટલો ખર્ચો થયો છે. બુર્જ ખલીફાની જેમ કોઈ પણ શહેરીજનન તેમની બર્થડેટ ઉજવાવ માટે મેપિંગ કરાશે. આ માટે બુર્જ ખલીફામા જે કંપની કામ કરે છે તેને જ કામ સોંપાયું છે. આ ઉપરાંત પતંગ રેસ્ટોરન્ટ દર અઠવાડિયે સ્વૈચ્છિક સંસંથાઓના 50 બાળકોને નિશુલ્ક નાસ્તાનો લ્હાવો કરાવશે.

more article  : Ahmedabad ના યુવકે બનાવ્યું પોતાના ખર્ચે ખાનગી સાયબર કમાન્ડ કંટ્રોલ સેન્ટર, નામ પણ આપ્યું સનાતની પરથી, જોઈને તમે પણ ગર્વ અનુભવશો

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *