Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

Ahmedabad માં એક મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે. અને તે પણ હોળી અને ધૂળેટીના પર્વે. ગોમતીપુર વિસ્તારની પટવાશેરીમાં આવેલા ભાભારાણા મંદિરનો ઇતિહાસ અને તેની દંતકથા જ એવી છે કે તે વર્ષમાં બે જ દિવસ ખૂલે છે વર્ષોથી ચાલતી આવતી પરંપરા હજુ પણ અવિરત ચાલે છે. હોળી અને ધુળેટી પર્વ પર મંદિર ખુલતા ભક્તોની ભારે ભીડ પણ જામે છે. શું છે મંદિરનો ઈતિહાસ અને કેમ તેને વર્ષમાં બે જ દિવસ ખોલવામાં આવે છે.

Ahmedabad માં એક એવું મંદિર છે જે વર્ષમાં બે દિવસ જ ખુલે છે. હોળી અને ધુળેટીના પર્વ પર ખૂલતા આ મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે.અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં પટવા શેરીમાં આવેલુ ભાભારાણા મંદિર વર્ષમાં હોળી અને ધુળેટીના પર્વ એમ બે દિવસ જ ખુલે છે. હોળી ધુળેટી પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે. ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભારાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમનાં સંતાન જીવતા ન રહેતા હોય, તેમજ અન્ય દુ;ખીયારા ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે પુરી થાય છે.

હોળી અને ધૂળેટીના દિવસે ખૂલે છે મંદિર

Ahmedabad : ભાભારાણા મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન કરવા ભીડ જામે છે. ભાભારાણા મંદિરમાં અમદાવાદ સહિત ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશથી ભાવિકો દર્શન કરવા આવે છે. ભાવિકો જે માનતા માને છે તે માનતા પૂર્ણ થાય એટલે હોળી અને ધુળેટીના દિવસે દર્શન કરવા આવે છે. અને એવું ક્યારેય નથી બન્યુ કે કોઈની માનતા પૂર્ણ થઈ ન હોય. જે ભાભારાણાનું સત છે. કેટલીક લોકવાયકાઓ પ્રમાણે ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ્ધિ સહજ હતી. જે સમયમાં મેડીકલ સાયન્સ આજના જેટલુ વિકસેલુ ન હતું અને બાળક થવા માટે ની કોઈ દવાઓના સંશોધન થયા ન હતા, ત્યારે આ પવિત્ર જીવની માત્ર આશિષથી શેર માટીની ખોટ પુરાઈ જતી હતી.

વર્ષોથી ચાલતી પરંપરા હજુ પણ અવિરત

Ahmedabad : આજે જે સ્થળ પર મંદિર છે તે સ્થળ પર પહેલા એક ઓટલો હતો. જ્યાં ભાભારાણા દેવ ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળીનાં દિવસે ભાભારાણા દેવે ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મુર્તી બનાવીને પૂજવાની અને દીનદુખીયાંના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ. હોળીના આગલા દિવસે ચીકણી માટીમાંથી ભાભારાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Vastu Tips : આ મંદિરમાં ધરેલા લીંબુનો રસ પીવાથી સંતાનપ્રાપ્ત થતું હોવાની છે માન્યતા, લીંબુ લેવા થાય પડાપડી..

Ahmedabad : ભાભારાણા મંદિરે દર વર્ષે હોળી અને ધૂળેટીના દિવસે ભજન, કીર્તન પૂજન, દર્શન કરવા અને ગામમાં નીકળતી પાલખી યાત્રામાં જોડાવા માનવમહેરામણ ઉમટી પડે છે. હોળી અને ધૂળેટીના દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ મંદિર ખુલતુ હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે..

લોકવાયકા પ્રમાણે ભાભારાણા અત્યંત પવિત્ર જીવ

Ahmedabad : સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે ચીકણી માટી લાવે છે. અને ગામનાં લોકો ભેગા મળી આખી રાત જાગીને ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વહેલી સવાર સુધીમાં તો કોઈ તેજસ્વી રાજા સિંહાસન પર જીવતા બિરાજમાન થઇ ગયા હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચની આંખો તથા મોટા હાર સાથે સજ્જ ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળીના દિવસે સવારે 5 વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે.

ભાભારાણાના સમયમાં જન્મેલા બાળકોનુ દવાઓના અભાવે મરણનુ પ્રમાણ વિશેષ હતુ ત્યારે ગામડામાં આ વચનસિધ્દ્ધ પવિત્ર પુરૂષની માત્ર આશિષથી બાળ-બચ્ચા બચી જતા હતા. માનતા પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓના લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ મંદિરે ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.

ભાભારાણાના આશિષથી શેર માટીની ખોટ પુરાય છે

Ahmedabad : ધૂળેટીના દિવસે સાંજે 5 વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે. વર્ષોથી એક પણ વર્ષ ચુક્યા વિના ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય છે જેમાં કોઈ પુજારી નથી, કે કોઈ ચોકકસ કોમ-જાતીનો ઈજારો નથી. માત્ર અને માત્ર ભાભારાણાની શ્રધ્ધા પર જ તહેવારની ઉજવણી થાય છે.

more article : Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *