Ahmedabad : આ છે અમદાવાદનું શિવાલય, જે ઓળખાય છે સોમનાથ મહાદેવના નામે, જ્યાં ધુણાની રાખથી દૂર થાય છે ચામડીના રોગો

Ahmedabad : આ છે અમદાવાદનું શિવાલય, જે ઓળખાય છે સોમનાથ મહાદેવના નામે, જ્યાં ધુણાની રાખથી દૂર થાય છે ચામડીના રોગો

Ahmedabad : એક હજાર વર્ષ પૂર્વે પ્રભાસના સોમનાથ મંદિરેથી અખંડજ્યોત લાવી અહીં પ્રસ્થાપીત કરેલી છે જે આ સ્થાનના મહત્તાની સાક્ષી પૂરે છે. મંદિરમાં ઋષિ મુનીઓની સમાધિ આવેલી છે
સોમનાથ દેવાધિદેવ મહાદેવનું એક એવું રૂપ કે જેના દર્શન મનુષ્યના જીવનને શીતળતાથી પરિપૂર્ણ કરી દે છે. અને મહેશ્વરનું એક આવું જ શાંત, સૌમ્ય અને શીતળતા પ્રદાન કરનારું સ્વરૂપ અમદાવાદમાં પણ વિદ્યમાન છે. અમદાવાદના ગ્યાસપુર પાસે સોમનાથ મહાદેવનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન સ્થાનક આવેલુ છે. મંદિરમાં રહેલા ધુણાની રાખથી પશુઓ અને દરેક લોકોને થતા ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં શાહવાડીમાં આવેલું છે આ મંદિર

Ahmedabad માં નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વરનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક આવેલુ છે. જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. આશુતોષના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. સોમનાથના દર્શન માત્રથી તેમના ભવ-ભવના પાપોનો નાશ થાય છે.

વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સરીખા જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે. દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્શનનો લ્હાવો લેવાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે

સોમનાથ મંદિરેથી અખંડજ્યોત લાવી અહીં પ્રસ્થાપીત કરેલી છે

Ahmedabad : એક હજાર વર્ષ પૂર્વે પ્રભાસના સોમનાથ મંદિરેથી અખંડજ્યોત લાવી અહીં પ્રસ્થાપીત કરેલી છે જે આ સ્થાનના મહત્તાની સાક્ષી પૂરે છે. મંદિરમાં ઋષિ મુનીઓની સમાધિ આવેલી છે. લોક વાયકા છે. કે અહિયાં ઋષિ મુનીઓ દ્વારા આ મંદિરમાં તપ કરવામાં આવતુ હતુ.

મંદિરમાં આવેલી ઋષિમુનીઓની સમાધિ દર્શન કરીને ભાવિકો ધન્ય થાય છે. ભક્તોને મન દેવાધિદેવ મહાદેવના દર્શન જેટલો જ મહિમા પાવનકારી જ્યોતના દર્શનનો પણ છે. માન્યતા અનુસાર અહીંના દર્શન શ્રદ્ધાળુઓને સોમનાથ દાદાના દર્શન જેટલા જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. અને આ સ્થાનકની અખંડતા અને દિવ્યતા પરમશાંતિની અનુભૂતિ કરાવે છે.

ધુણાની રાખથી પશુઓ અને લોકોને થતા ચામડીના દરેક રોગથી મુક્તિ મળે છે

Ahmedabad ના સોમનાથ મહાદેવ પર અભિષેકનું અદકેરુ મહત્વ છે. મંદિરનુ વિશેષ મહત્વ મંદિરમાં હજારો વર્ષોથી ચાલતા ધૂણાનુ છે. ઋષિ મુનીઓ દ્વારા આ જ ધૂણા હવન કરવામાં આવતા હતા મંદિરમાં આવતા ભક્તો વર્ષો જુના ધુણાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ધુણાની રાખથી પશુઓ અને લોકોને થતા ચામડીના દરેક રોગથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

જેમને ચામડીના રોગ કે કોઈ બિમારી છે તેમની દરેક સમસ્યાના નિવારણ માટે ધૂણાની રાખ અમૃત સમાન માનવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં હજારો વર્ષ જૂનો પીપળો આવેલો છે. ભાવિકો મહાદેવના દર્શન કરી પીપળે જળ ચડાવીને ધન્યતા અનુભવે છે.

દર સોમવારે લોકો પોતાના પરિવાર સાથે આવીને મહાદેવની આરાધના કરે છે.

Ahmedabad : ભક્તો મંદિરમાં આવીને પોતાની જે મનોકામના રાખે છે. એ પૂર્ણ થતા સોમનાથ મહાદેવના દર્શને આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. દર સોમવારે લોકો પોતાના પરિવાર સાથે આવીને મહાદેવની આરાધના કરે છે.લોકોને પડતી ગ્રહપીડાથી મુક્તિ માટે મંદિરમાં આવીને પોતાને નડતા ગ્રહો, નવચંડી યજ્ઞ ,લધુરૂદ્ર યજ્ઞ, કાલસર્પ યોગ, મંગળદોષ, નવગ્રહશાંતિ યજ્ઞ જેવી વિવિધ પૂજા કરે છે. મંદિરમાં લગ્ન અને મરણની વિધિ કરવામાં આવતી નથી.

ગૌશાળામાં રહેલ ગાયના દુધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે.

Ahmedabad : મંદિરમાં એક ગૌશાળા આવેલી છે. જે ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. એ ગાયને ધાસ ખવડાવે છે. અને પુણ્યની અનુભૂતિ કરે છે. ગૌશાળામાં રહેલ ગાયના દુધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે. અમદાવાદના સોમનાથના દર્શને આવનારા દરેકના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે. અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક કામના મહાદેવ પરિપૂર્ણ કરે છે. મહાદેવના દર્શન માત્રથી એક અદભુત આનંદનો અનુભવ કરી લોકો ધન્યતા અનુભવે છે.

more article : Ganesh mandir : ગુજરાતની એવી જગ્યા જ્યાં શિવલિંગ ઋષિ સ્વરૂપે, ગણેશજી દેવ સ્વરૂપે, મૂર્તિ પર છે તલવારના ઘા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *