Ahmedabad : અમદાવાદમાં સદ્ વિચાર પરિવાર ખાતે વરિષ્ઠ ગૌરવ ગ્રુપ દ્વારા સુંદરકાંડનું આયોજન…
Ahmedabad : અમદાવાદમાં સ્થિત સદ્ વિચાર પરિવાર ખાતે 1 એપ્રિલ 2024ના રોજ વરિષ્ઠ ગૌરવ ગ્રુપ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વડિલો ઉપસ્થિત રહ્યાં હતાં અને સુંદરકાંડ કર્યો હતો.
અમદાવાદના જોધપુરમાં આવેલા સદ્ વિચાર પરિવાર ખાતે વરિષ્ઠ ગૌરવ ગ્રુપે ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી સુંદરકાંડનું આયોજન કર્યું હતું.
સુંદરકાંડના પાઠ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હાજર તમામ વડિલોએ આ સુંદરકાંડના પાઠનું પાન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો : Astro Tips : 16 વર્ષ ચાલે છે ગુરૂની મહાદશા, વ્યક્તિને મળે છે અપાર ધન અને યશ, પદ-પ્રતિષ્ઠાની થાય છે પ્રાપ્તિ…
વરિષ્ઠ ગૌરવ ગ્રુપ વડિલો સાથે સંકળાયેલા અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. તાજેતરમાં અહીં ગુજરાતી જાગરણ અને વિશ્વાસ ન્યૂઝ દ્વારા ડિજિટલ અવરનેસ માટે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમા સમજ અપાઈ હતી કે ઓનલાઈન ફ્રોડથી કેવી રીત બચી શકાય.