Ahmedabad : અમદાવાદમાં વરસાદની આગાહી તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ

Ahmedabad : અમદાવાદમાં વરસાદની આગાહી તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ

Ahmedabad : રાજ્યમાં ભરઉનાળે છવાયો વરસાદી માહોલ… 60 તાલુકામાં પડ્યો વરસાદ.. નર્મદાના ગરૂડેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ.. તો અન્ય તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ…સોમવારે ગુજરાતના 60 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

Ahmedabad : કમોસમી વરસાદમાં વીજળી પડતા રાજ્યમા બે લોકોના મોત નિપજ્યા છે. તો એકનું વીજળી પડતા તો અન્ય એકનું કાચું મકાન પડતાં મોત થયું છે. અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે વીજળી પડતાં બાઈક પર જતા ખેડૂતનું મોત થયું, તો હિંમતનગરના આગીયોલમાં કાચું ઘર પડતાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે.

Ahmedabad : હજુ 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે.

ગરમીનો પ્રકોપ યથાવત

Ahmedabad : રાજ્યના 60 તાલુકામાં વરસાદ બાદ પણ કાળઝાળ ગરમીનો માહોલ યથાવત છે. સોમવારે વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન ડીસામાં નોધાઈ હતી. ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.4 ડિગ્રી નોંધાયું.

Ahmedabad : રાજકોટમાં 42 સુરેન્દ્રનગરમાં, 42.3 ડીગ્રી તાપમાન રહ્યુ. આમ, રાજ્યના ચાર જિલ્લાઓમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ હતુ. જોકે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં 9 ઝાડ ધરાસાયી થયા હતા. તો શહેરના જુદી જુદી જગ્યાએ વીજ મીટરમાં આગની ઘટના બની હતી.

Ahmedabad
Ahmedabad

14 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

15 મેએ ક્યાં વરસાદની આગાહી
અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

16 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

અમદાવાદમાં પણ આવશે વરસાદ 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો  : HEALTH TIPS : મોટી-મોટી હસ્તીઓ સવારે ઉઠતા જ આ 5 વસ્તુઓનું કરે છે પાલન, સફળ થવું હોય તો જાણો ટિપ્સ

પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે.

આંધી સાથે વરસાદ આવશે – અંબાલાલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.

આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

Ahmedabad
Ahmedabad

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.

તંત્ર દ્વારા નાગરિકોને સલાહ

બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે.

તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ.

પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

Ahmedabad
Ahmedabad

MORE ERTICLE : Shribai Mataji : તાલાળામાં આવેલું છે શ્રીબાઈ ધામ, ધર્મને બચાવવા થયા હતા પ્રગટ, પરચા પૂરી કર્યા અદભૂત ચમત્કારો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *