Ahmedabad રેલવે સ્ટેશને મુસાફર માટે દેવદૂત બન્યો RPF જવાન, ટ્રેનમાં ચડતી વખતે પડી ગયેલા મુસાફરનો જીવ બચાવ્યો.
આપણી સામે સમયંતારે રેલવે પ્લેટફોર્મ પર બનતી ઘટનાના અનેક એવા વીડિયો સામે આવતા હોય છે. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા કે ટ્રેનમાંથી ઉતરતી વખતે મુસાફર સંતુલન ગુમાવી બેસે છે અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાય જાય છે. કેટલાક કિસ્સાઓમાં પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસના જવાનો અથવા તો અન્ય મુસાફરો દ્વારા તેમનો જીવ બચાવી લેવામાં આવે છે.
આવુંજ કંઇક Ahmedabad રેલવે સ્ટેશન પર બન્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશને એક મુસાફર માટે RPF જવાન દેવદૂત બન્યો હતો. મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જઇ રહ્યો હતો એ સમયે તેનો પગલ લપસ્યો હતો અને એ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. RPF જવાને સતર્કતા દર્શાવી તેનો જીવ બચાવ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad માં ‘વાઘ બકરી’ ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રખડતા શ્વાનના આતંકના કારણે મોત!
Ahmedabad રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના રેલવે સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. જેનો વીડિયો ડીઆરએમ અમદાવાદ દ્વારા તેના ઓફિશિયલ X(ટ્વીટર) એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. ડીઆરએમનો આ વીડિયો શેર કરવા પાછળનો હેતુ અન્ય મુસાફરોને આ પ્રકારની ભૂલ ન કરવા અને સાવચેતી સાથે મુસાફરી કરવાના ઉદ્દેશ્ય સાથે શેર કરવામાં આવ્યો છે.
Alert RPF constable Shri Krishan saved the life of a passenger at Ahmedabad station who slipped while boarding a moving train.
WR appeals to all passengers to not board/alight a running train, it is dangerous. #SafetyFirst #OperationJeevanRaksha pic.twitter.com/kuKFYo4tWN
— DRM Ahmedabad (@drmadiwr) October 24, 2023
ડીઆરએમ Ahmedabad દ્વારા X(ટ્વીટર)માં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મુસાફર પાણીની બોટલ કે અન્ય કોઇ વસ્તુ ખરીદીને આવી રહ્યાં હતા. એ સમયે ટ્રેન ઉપડી હતી. ટ્રેનને ઉપડતાં જોઇને મુસાફરે દોડવાની શરૂઆત કરી હતી અને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો.
તેઓ ટ્રેનના દરવાજા પાસેનું હેન્ડલ પકડવામાં સફળ રહ્યાં હતા પરંતુ ચાલુ ટ્રેનમાં ચડતી વખતે આ મુસાફરે સંતુલન ગુમાવી દીધું હતું અને તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાયા હતા. સમગ્ર બનાવ વખતે ત્યાં એક આરપીએફ કોન્સ્ટેબલ હાજર હતા. જેમણે સમય સુચકતા વાપરી હતી અને મુસાફર તરફ દોડ્યા હતા.
મુસાફરનો હાથ ટ્રેનમાંથી છોડાવ્યો હતો અને જીવ બચાવ્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે નોંધ કરવામાં આવી છેકે, વેસ્ટર્ન રેલવે મુસાફરોને અપીલ કરે છેકે ચાલુ ટ્રેનમાં ચડવા કે ઉતરવાનો પ્રયાસ ન કરવો જોઇએ. આમ કરવું જોખમી સાબિત થઇ શકે છે.