Ahmedabad : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું ઓપરેશન, બનાવટી આધાર કાર્ડ પર પાસપોર્ટ તૈયાર કરનાર બાંગ્લાદેશી ઝડપાયો…

Ahmedabad : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું ઓપરેશન, બનાવટી આધાર કાર્ડ પર પાસપોર્ટ તૈયાર કરનાર બાંગ્લાદેશી ઝડપાયો…

Ahmedabad : અમદાવાદના ચંડોળા તળાવ પાસેની વસાહતમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરાઈ છે. જેમાં આોરોપી યુવક બનાવટી આધાર કાર્ડની મદદથી પાસપોર્ટ પણ તૈયાર કર્યો હતો.

આ પાસપોર્ટને આધારે તેણે મલેશિયા નોકરી કરવા માટે અરજી પણ કરી હતી. જો કે તેને વિઝા મળ્યા નહોતા. મહત્ત્વનું છે કે, આ કેસની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Ahmedabad : ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે, ચંડોળા તળાવા પાસે આવેલી વસાહતમાં એક બાંગ્લાદેશી વ્યક્તિએ બનાવટી દસ્તાવેજને આધારે પાસપોર્ટ તૈયાર કર્યો છે. જે બાદ ક્રાઈમબ્રાંચ પોલીસે બુધવારે સાંજે ત્યાં દરોડો પાડીને મોહમંદલાભુ સરદાર નામના વ્યક્તિને ઝડપ્યો હતો.

આ પછી તેની પૂછપરછમાં તે મૂળ બાંગ્લાદેશના ડાઈલ જિલ્લાના પાચુડિયા ગામનો વતની હોવાનું જણાવ્યું હતું. તે વર્ષ 2001માં ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો. આ પછી 2013માં તેણે કુબેરનગર સંતોષીનગરમાં રહેતા રમેશ નામના વ્યક્તિની મદદથી બનાવટી આધાર કાર્ડ બનાવડાવ્યું હતું.

આ પછી તેણે વર્ષ 2015માં પાસપોર્ટ કઢાવ્યો હતો. તે પાસપોર્ટની મદદથી તે મલેશિયા ખાતે નોકરી કરવા જવાની ફિરાકમાં હતો. આ માટે તેણે તેના સાળા મારફતે કોલકાતામાં એક એજન્ટની મદદથી મલેશિયા માટે વિઝા એપ્લીકેશન કરી હતી. જો કે તેના વિઝા એપ્લિકેશન રદ થઇ હતી.

Ahmedabad : આ પછી એજન્ટનું માર્ગ અકસ્માતમાં મોત થતા પાસપોર્ટ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પરત મળ્યા નહોતા. જ્યારે બાંગ્લાદેશનો અસલી પાસપોર્ટ તેના વતનમાં હતો. ક્રાઈમબ્રાંચ પોલીસે મોહમંદલાભુ પાસેથી બાંગ્લાદેશ અને ભારતીય પાસપોર્ટની તેમજ આધાર કાર્ડ-ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ મળી આવી હતી. આ અંગે ક્રાઈમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.

more article : Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *