Ahmedabad : બાંધકામનું કામ કરતા શ્રમિકોને હવે 5 રૂપિયામાં રહેવાની સુવિધા અપાશે, અમદાવાદમાં 7 સહિત કુલ 17 શ્રમિક બસેરા સ્થપાશે..
Ahmedabad : ગુજરાત સરકારે પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગર સહિત 3 મહાનગરોમાં અને ગિફ્ટસિટી ખાતે શ્રમિકોને રહેવા માટે તમામ સગવડોથી સંપન્ન એવા 17 બસેરા 61.26 કરોડ રૂપિયાના ખર્ચે ઊભા કરવાનું નક્કી કર્યું છે. જેમાં શ્રમિકો પાસેથી રહેવા માટે કેવળ દૈનિક 5 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
Ahmedabad : પ્રથમ તબક્કે અમદાવાદ, વડોદરા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં તથા ગિફ્ટસિટીમાં સ્થપાનારા આ શ્રમિક બસેરા માટે જે તે કોર્પોરેશનોએ તથા ગિફ્ટસિટી કંપનીએ જગ્યાઓ ફાળવી દીધી છે અને રાજ્યના શ્રમ-કૌશલ્ય વિકાસ-રોજગાર વિભાગે જરૂરી બાંધકામ હાથ ધરવા ટેન્ડરો બહાર પાડી દીધાં છે.
Ahmedabad : જે આઠ-દસ મહિનામાં જ તૈયાર થશે. અમદાવાદમાં ગોતા, જગતપુર, નારોલ દક્ષિણ-1, વટવા, જૂના વાડજ, નરોડા-1 અને વેજલપુર ખાતે શ્રમિક બસેરા ઊભા થશે.
Ahmedabad : જેમાં કુલ 7500 જેટલા શ્રમિકો રહી શકશે. આવી જ રીતે વડોદરામાં 1,728, રાજકોટમાં 2,289 અનૈ ગિફ્ટસિટીમાં 304 શ્રમિકો માટે રહેવાની સગવડ ઊભી થશે. સુરત મહાનગરમાં પણ બસેરા ઊભા કરવાનો પ્લાન ઘડામણમાં છે.
આ પણ વાંચો : Rain forecast : ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત…
આ શ્રમિક બસેરા ખાતે પ્રત્યેક શ્રમિકને 4X6ના એરિયામાં ગાદી-ઓશિકા-કવર સાથેનો બેડ, બારી, નાનું કબાટ, ઉપરાંત ટોવેલ- સાબુ સાથેના કોમન સંડાસ-બાથરૂમ, બાળકોને રમવા માટે પ્લે એરિયા, 24 કલાક પાણી-લાઇટ- સિક્યોરિટી ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : Shree Bijasan Mata Mandir : અહીં માતાજીની માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, 1000 વર્ષ જૂનું છે મંદિર..
આ બસેરાની નજીકમાં શ્રમિક અન્નપૂર્ણા સેન્ટર તથા આરોગ્ય માટે ધનવન્તરી રથની સુવિધા મળી રહે તે પ્રકારે આયોજન થઈ રહ્યું છે. રાજ્યમાં બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે વેલ્ફેર બોર્ડ દ્વારા નવા પ્રત્યેક બાંધકામની કિંમતના 1 ટકો સેસ વસુલ થાય છે.
MORE ARTICLE : Nita Ambani : નીતા અંબાણીએ ₹ 12 કરોડની કિંમતની વ્યક્તિગત રોલ્સ રોયસ ફેન્ટમ VIII ખરીદી…