અમદાવાદ મા માટલા વેંચતા વૃધ્ધ દંપતિની ઈમાનદારી ને સલામ ! 8 લાખ રુપીઆ ભરેલ થેલી મળતા મુળ માલીક ને પરત કર્યા..પરંતુ બદલા મા…

અમદાવાદ મા માટલા વેંચતા વૃધ્ધ દંપતિની ઈમાનદારી ને સલામ ! 8 લાખ રુપીઆ ભરેલ થેલી મળતા મુળ માલીક ને પરત કર્યા..પરંતુ બદલા મા…

હાલ ના સમય મા કોઈ પાસે ઈમાનદારી ની આશા રાખવી એ મુરખામી જ કેહવાય…સામાન્ય રીતે રસ્તા પર પડેલ 10 રુપીઆ ની નોટ પણ લોકો આજુબાજુ જોઈ ને ખીચામા નાખી દેતા હોય છે. આમ છતા આજે પણ ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જે જાણીને આપણને લાગે છે કે નહી ઈમાનદાર અને દયા ભાવના હજી જીવંત છે. ત્યારે હાલ જ અમદાવાદ મા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સો છે અમદાવાદ નો જ્યા માટલા વેંચતા દંપતિ ને 8 લાખ રુપીઆ રોકડા ભરેલુ બેગ મળતા મુળ માલીક ને પરત કરત પોતાની ખુમારી સાબીત કરી હતી. જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો અમદાવાદ ના નિકોલ મા રહેતા નરેશ પટેલ થેલીમાં રોકડા રૂ.8 લાખ લઈ ઉમા સ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે થેલી પડી ગઈ હતી.

થેલી પડી ગયાની જાણ પોતાને થતા તેવૉ એ તાત્કાલિક તે જ રુટ પર શોધખોળ આદરી હતી. ત્યારે ઉમા સ્કૂલ પાસે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ત્યા માટલા વેંચતા વૃધ્ધ દંપતી ને પુછપરછ કરી હતી ત્યારે આ વૃધ્ધ દંપતી એ પોતાની પાસે રહેલી થેલી આપી હતી અને જેમા આઠ લાખ રુપીઆ ની રોકડ રકમ હતી આ જોઈ યુવક આ વૃધ્ધ દંપતી ના પગે પડી ગયો હતો.

અ વૃધ્ધ ઈમાનદાર દંપતી નુ નામ જમનાબહેન અને બાબુભાઈ પ્રજાપતિ જાણવા મળેલ જ્યારે આ વાતની જાણ શ્રીકૃષ્ણ સેવારથ નામની સંસ્થા ને થતા આ સંસ્થા ધ્વારા ભારોભાર પ્રમાણિકતા બદલ કૃષ્ણની મૂર્તિ આપી દંપતીનું સન્માન કર્યું હતું. ખરેખર 8 લાખ જેવી મોટી રકમ આ ગરીબ દંપતિ નુ સ્વમાન અને ઈમાનદારી ના ખરીદી શક્યુ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *