Ahmedabad : ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ, યુનેસ્કોએ આપી નવી ઓળખ, આપ્યું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર..

Ahmedabad  : ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ, યુનેસ્કોએ આપી નવી ઓળખ, આપ્યું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર..

Ahmedabad : ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે.

Ahmedabad : ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.  યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા તા. 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેર કરવામાં આવી હતી.
Ahmedabad : 22 માર્ચ 2024 ના રોજ યુનેસ્કોનાં ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને વિધિવત અર્પણ કર્યું હતું.
Ahmedabad
Ahmedabad
15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ
 
આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,  ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.
Ahmedabad : તેમજ આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિઓ વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના

 તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરુ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યુંએ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *