Ahmedabad ના આ બિઝનેસમેને તેના કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી, જાણો કારની કિંમત

Ahmedabad ના આ બિઝનેસમેને તેના કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી, જાણો કારની કિંમત

Ahmedabad  : વિશ્વમાં મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે અમદાવાદની એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને અચાનક લોટરી લાગી હતી. તે જાણીને જ કર્મચારીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં. મહત્વની વાત એ છે કે, આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે.

Ahmedabad
Ahmedabad

Ahmedabad  : અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી છે. અમદાવાદની ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓને કાર ભેટ આપવામાં આવી છે. કાર ગિફ્ટમાં આપતાં જ કર્મચારીઓ ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા હતાં અને બાકીના કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા હતાં.

Ahmedabad
Ahmedabad

Ahmedabad  : કંપનીના એમ ડી રમેશ મરંડે જણાવ્યું હતું કે, કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે અને 5 વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતિક તરીકે સન્માનિત કર્યાં છે જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરવામાં આવી રહી છે.

Ahmedabad  :  સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજી ધોળકિયા જેમ તેમના કર્મચારીઓને કાર સહિતની વસ્તુઓ ભેટ આપવા માટે જાણીતા છે. ત્યારે તેમના પગલે અમદાવાદમાં પણ એક કંપની માલિકે પોતાની કંપનીમાં કામ કરતાં 13 જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે.

Ahmedabad  :  શહેરમાં ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની ચલાવતા રમેશ મરંડે પોતાની સાથે લાંબા સમયથી નોકરી કરતાં કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે. કંપની માલિકે પોતાના મહેનતુ કર્મચારીઓને કાર ગિફ્ટ કરીને સન્માનિત કર્યા છે.

Ahmedabad
Ahmedabad

Ahmedabad  : અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ. તેમણે ઉમેર્યું કે આ માત્ર શરૂઆત છે, કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધું પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે.

Ahmedabad
Ahmedabad

Ahmedabad  : કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ બદલી નાખતા હોય છે. ત્યારે આ કંપનીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો છે.

Ahmedabad
Ahmedabad

Ahmedabad  : મહત્વની વાત એ છે કે, સુરતના ડાયમંડ કિંગ ગણાતા બિઝનેસમેન સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટમાં અપાઈ હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિકે કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે.

more article : Khajurbhai : ધન્ય છે ખજુરભાઈની દાતારીને, એક વિધવા મહિલાના મુશ્કેલી ભર્યા જીવન વિષે જાણ થતા જ ખજુરભાઈએ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *