Ahmedabad : અમદાવાદમાં આસોપાલવ ત્રણ રસ્તા પાસે કારે એક્ટિવાને ટક્કર મારી, ગંભીર ઇજાઓ પહોંચતા યુવતીનું મોત..
Ahmedabad : અમદાવાદમાં શિવરંજની પાસે આસોપાલવ ત્રણ રસ્તા પાસે અંધજન મંડળ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક કારે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લીધી હતી. કારની ટક્કરથી યુવતી 15 ફૂટ જેટલી ઢસડાઈ હતી. માથાના ભાગે અને પાંસળીમાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
વિગતો અનુસાર ગંભીર રીતે ઘાયલ આ યુવતીનું મોત નીપજ્યું છે. મૃતક યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : અમદાવાદ એ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં સંજય મહેન્દ્રભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની 21 વર્ષીય દીકરી વિશ્વા શાહ જે.જી ઇન્ટરનેશન કોલેજમાં ફિઝિયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ વિશ્વા એક્ટિવા લઇને ઘરેથી કોલેજ જવા નીકળી હતી.
આ પણ વાંચો : Holi ના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે….Ahmedabad : સવા નવ વાગ્યાની આસપાસ તેની બહેનપણી દિશાનો ફોન આવ્યો હતો કે વિશ્વાનો એક કાર સાથે અકસ્માત થયો છે. આસોપાલવ ત્રણ રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. વિશ્વા 15 ફૂટ સુધી ઢસડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયાનું જાણવા મળ્યું હતું. કાર મહિલા ચલાવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાજર લોકો દ્વારા વિશ્વાના પ્રાથમિક સારવાર માટે મેડિકલ હોસ્પિટલ સેટેલાઇટ ખસેડી હતી.
Ahmedabad : અકસ્માત થયો હોવાની જાણ થતાં સંજયભાઈ પરિવારના સભ્યો સાથે આસોપાલવ ત્રણ રસ્તા આવ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, વિશ્વાને મેડિકલ હોસ્પિટલ સેટેલાઇટ લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં વિશ્વા બેભાન હાલતમાં જોવા મળી હતી.
તેને માથાના ભાગે અને જમણા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને વધુ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે વિશ્વાને હેમરેજ થયું છે અને છાતીમાં પાંસળીમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ પણ વાંચો :Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..Ahmedabad : મળતી વિગતો અનુસાર, આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક યુવતી વિશ્વાના પિતા દ્વારા એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત કરનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ફરાર કાર ચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
MORE ARTICLE : શેર બજાર : રોકેટની ઝડપે વધી રહ્યો છે આ શેર, એક વર્ષમાં કિંમત 800% વધી, અજય દેવગન પાસે કંપનીના 1 લાખ શેર છે..