Ahmedabad : માતાજીને દીવો કરતા તરત જ ટ્રેનનું એન્જીન ચાલુ થયું, અમદાવાદમાં આવેલું છે પરચાધારી મંદિર
Ahmedabad : અમદાવાદના વેજલપુર ગામમાં બુટ ભવાની માતાજીનુ મંદિર આવેલુ છે. માતાજીનુ મંદિર આશરે 70 થી 80 વર્ષ જૂનું છે.
Ahmedabad : અમદાવાદના વેજલપુર ગામ વિસ્તારમાં વર્ષો જૂનું બુટભાવાની મા નું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દૂરદૂરથી દર્શનાર્થે આવે છે. આશરે 70 થી 80 વર્ષ જૂના બુટભવાની માતાજીના મંદિરે અરણેજના બુટભવાની માતાજીના મંદિરેથી જ્યોત લાવવામાં આવેલી છે. માતાજીના મંદિરે ભાવિકોની અનેક બાધાઓ પૂરી થતી હોવાની માન્યતા છે.
અમદાવાદના વેજલપુર ગામ બુટભાવાની મા બિરાજમાન
Ahmedabad : અમદાવાદના વેજલપુર ગામમાં બુટ ભવાની માતાજીનુ મંદિર આવેલુ છે. માતાજીનુ મંદિર આશરે 70 થી 80 વર્ષ જૂનું છે. પહેલા માતાજીની નાની ડેરી હતી. લગભગ 30 વર્ષ પહેલા અહીં અરણેજના બુટભવાની માતાજીના મંદિરથી જ્યોત લાવીને મોટુ મંદિર બનાવવામાં આવ્યુ અને માતાજીની નાની ડેરી જેમ હતી તેમજ રાખવામાં આવી છે જે હાલ પણ મંદિરની બિલકુલ બાજુમાં સ્થિત છે.
અરણેજના બુટભવાની મંદિરથી જ્યોત લાવવામાં આવેલી છે
Ahmedabad : બુટભવાની માતાજીના મંદિરે અમદાવાદ શહેરમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. મંદિરે દર રવિવારે મહાઆરતીનુ આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાય છે. આરતીની સાથે સાથે રવિવારે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.
Ahmedabad : ભાવિકો મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા મેળવી ઘરે જાય છે.બુટ ભવાની માતા ઠાકોર સમાજ અને જૈનોના કુળદેવી મનાય છે. રાજ્યભરમાંથી રવિવારે માતાજીની મહાઆરતીનો લાભ લેવા માટે મંદિરે અનેક જૈન પરિવાર અચૂક આવે છે.
અનોખી છે લોકવાયકા
જ્યારે માતાજીની નાની ડેરી હતી અને જેમણે પૂજારી તરીકે સેવા કરવાની શરૂઆત કરી હતી તેમની ચોથી પેઢી હાલ પૂજારી તરીકે મંદિરમાં સેવા કરે છે. માતાજીના મંદિરે દરરોજ સવારે 300 થી 400 માઈભક્તો મહાપ્રસાદનો લાભ લેય છે.અને મંદિરનુ રસોડું દરરોજ અવિરત પણે ચાલે છે.
જ્યારે દર રવિવારે સાંજે મંદિરે અહીં ભંડારો થાય છે. મંદિરના તમામ ખર્ચ શ્રદ્ધાળુઓએ આપેલા દાનમાંથી કરવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા વેજલપુર ગામમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશનથી પસાર થતી ટ્રેનનું એન્જિન બંધ પડી ગયું હતું.
અને ઘણા પ્રયત્નો બાદ પણ તે ચાલુ ન થતા કોઈ વૃદ્ધ વ્યક્તિએ બુટભવાની માં ને દીવો કરી નાળિયેર વધેરવાનું કહ્યું હતું. પણ રેલવેના ઓફિસરોએ શરૂઆતમાં આ વાત માની નહોતી પરંતુ અંતે વૃદ્ધના કહેવા પ્રમાણે દીવો કરતા તરત જ ટ્રેનનું એન્જીન ચાલુ થઈ ગયું હતું.
માતાજીના મંદિરે બેસતા વડીલોને મંદિરમાં અન્નક્ષેત્ર ચાલુ કરવાનો વિચાર આવ્યો અને તેને અમલમાં મુકતા ગામવાસીઓનો ભરપુર સહયોગ મળતા ધીમે ધીમે અન્નક્ષેત્ર મોટુ વટવૃક્ષ થઈ ગયુ અને હાલમાં દરરોજ મંદિરે આવતા ભાવિકો પ્રસાદનો અચુક લાભ લેય છે .
ભાવિકો પગપાળા મંદિરે આવે છે
બુટભવાની માતાજીના મંદિરે ભાવિકો શ્રદ્ધા આસ્થા સાથે પોતાની અનેક પ્રકારની બાધાઓ માને આવે છે. જેમાં બોબડી માતાની બાધા ખૂબ પ્રખ્યાત છે.જો કોઈનું બાળક ચાર-પાંચ વર્ષનું થયા બાદ પણ બોલતું ન હોય તો માતાજી સમક્ષ ચાંદીની જીભ ચડાવવાની માનતા રાખવામાં આવે છે.
અને અનેક કિસ્સાઓમાં બાળક બોલતું થયું હોવાની માન્યતા છે. ઘણા નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિ માટે પણ માતાજીના શરણે આવે છે અને માતાજી સદાય તેના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. બુટભવાનીમાંના મંદિરે વર્ષના અનેક તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : HEALTH TIPS : શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે આ 5 હેલ્ધી ફૂડ્સ..
જેમાં ચૈત્રી નવરાત્રીની પાંચમ અને આસો નવરાત્રિની પાંચમે યજ્ઞ તથા દર રવિવારે મહા આરતી અને બંને નવરાત્રીમાં દરરોજ પૂજાપાઠનું ખાસ આયોજન કરવામાં આવે છે.માતાજીના મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકો ખાસ વારે તહેવારે મંદિરે પગપાળા પણ આવે છે.
ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે
માતાજીના મંદિરે ઉજવાતા તહેવારોમાં ગુજરાતભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષની સાંજે ફુલનો ઘડો ગરબો બનાવી તેમાં દીવા પ્રગટાવીને વેજલપુર ગામના ઘરે ઘરે શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે લઈ જવાય છે અને ભવ્ય શોભાયાત્રા નીકળે છે.
શ્રધ્ધાળુઓ પોતાની ક્ષમતા પ્રમાણે મંદિરમાં દાન પણ કરતા હોય છે. અને આ દાન દરરોજ થતા મહાપ્રસાદમાં ખર્ચ કરવામાં આવે છે.બુટ ભવાની મંદિર અમદાવાદના થોડાક મોટા મંદિરોમાંનું એક છે.બુટભવાની માતા પર તેના ભક્તોની અતૂટ શ્રદ્ધા છે અને મંદિરે જે કોઈ પણ એકવાર આવે છે તે અનેક વાર માતાજીના દર્શને આવવા પ્રેરાય છે.