Ahmedabad : અમદાવાદના TRP મોલ પર કાર્યવાહી,થિયેટર,પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોન સીલ, આગથી ઘટના પ્રકાશમાં..

Ahmedabad : અમદાવાદના TRP મોલ પર કાર્યવાહી,થિયેટર,પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોન સીલ, આગથી ઘટના પ્રકાશમાં..

Ahmedabad : AMCએ મોલમાં થિયેટર, હોસ્ટેલને સીલ કર્યુ છે તેમજ પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોનને પણ સીલ કર્યું છે

અમદાવાદના TRP મોલમાં અગાઉ લાગેલી આગ મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે જણાવીએ કે, AMCએ મોલમાં થિયેટર, હોસ્ટેલને સીલ કર્યુ છે. પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોનને પણ સીલ કર્યું છે. મંજૂરીના વિરુદ્ધમાં ઉપયોગ કરાતા AMCએ કાર્યવાહી દોર ચલાવ્યું છે.
Ahmedabad
Ahmedabad
AMC તંત્ર હરકતમાં આવ્યું
 
TRP મોલમાં આગ લાગવાના મામલે AMC તંત્ર હરકતમાં આવ્યું છે. જે રીતે પરવાનગી લેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવતા થિયેટર, પીજી ગર્લ્સ હોસ્ટેલ અને ગેમ્સ ઝોનને સીલ મારવામાં આવ્યુ છે.
Ahmedabad
Ahmedabad
જાણો સમગ્ર કેસ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં TRP મોલમાં શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી. TRP શોપિંગ મોલમાં ચોથા માળે બોપલ લક્ઝુરિયસ ગર્લ્સ PG આવેલું હતું. શોપિંગ મોલ હોવા છતાં પણ ત્યાં રેસિડેન્શિયલ PG શરૂ કરી દેવામાં આવ્યું હતું.
 મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા PG સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હેતુફેર કરવા અંગે નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. જો કે, અત્યારે સિલ કરાયું છે.
Ahmedabad
Ahmedabad

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *