Ahmedabad : અમદાવાદથી અયોધ્યા જતી ‘આસ્થા ટ્રેન’ને મુખ્યમંત્રીએ આપી લીલી ઝંડી, રેલવે સ્ટેશન પર ગુંજ્યા ‘જય શ્રીરામ’ના નારા
Ahmedabad : ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે.ગુજરાતમાં અનેક વિસ્તારમાંથી લોકો આસ્થા ટ્રેન દ્વારા રામ લલ્લાના દર્શન કરવા જઇ શકશે.
Ahmedabad : અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે.વિવિધ રાજ્યોમાં અયોધ્યા રામ મંદિરનાં દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે બુધવારે રાત્રે અમદાવાદથી અયોધ્યા જતી “આસ્થા ટ્રેન”ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી હતી.
અયોધ્યા રામ મંદિરનાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. બુધવારે અમદાવાદથી અયોધ્યા જતી “આસ્થા ટ્રેન”ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. અયોધ્યા જતા શ્રધ્ધાળુઓની આ ટ્રેનને CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી હતી. આ સમયે ‘જય શ્રીરામ’ના નારાથી રેલવે સ્ટેશન ગુંજી ઉઠયું હતુ.
આ પણ વાંચો : Surat : સુરતમાં શ્વાને આતંક મચાવ્યો, સામે આવ્યા 14 કેસ, આજે ફરી 4 વર્ષની બાળકીને બચકાં ભરી ઘાયલ કરી
આ પણ વાંચો : success story : 14 વર્ષના બાળકે મજાક-મજાકમાં 4 મહિનામાં 18 લાખ રૂપિયા કમાઈ લીધા, ઇન્ટરનેટની મદદથી મળ્યું કામ…
ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે.ગુજરાતમાં અનેક વિસ્તારમાંથી લોકો આસ્થા ટ્રેન દ્વારા રામ લલ્લાના દર્શન કરવા જઇ શકશે.
Ahmedabad
ગુજરાતના આસ્થા ટ્રેનના રુટ :-
- ઉધના-અયોધ્યા-ઉધના
- ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર
- મહેસાણા – સલારપુર – મહેસાણા
- વાપી-અયોધ્યા-વાપી
- વડોદરા-અયોધ્યા-વડોદરા
- પાલનપુર – સલારપુર – પાલનપુર
- વલસાડ-અયોધ્યા-વલસાડ
- સાબરમતી – સલારપુર – સાબરમતી
MORE ARTICLE : Accident : ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અકસ્માતના 5 બનાવ, 4ના મોત, આ જગ્યાઓએ કાળ ત્રાટક્યો