95 વર્ષની ઉંમર, હાથમાં સ્માર્ટફોન, સ્ટિયરિંગ પકડી હાઈવે પર હવા સાથે વાત કરે છે ‘રોકેટ’ દાદી, જુઓ તસવીરો
સોશિયલ મીડિયા પર દરરોજ લાખો અલગ-અલગ પ્રકારના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે અને તેમાં ઘણા આશ્ચર્યજનક વીડિયો પણ સામેલ છે.
હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં 95 વર્ષીય દાદી હાઈવે પર કાર ચલાવી રહી છે. આ દાદીનું નામ રેશ્મીબાઈ તંવર છે.
તમને જણાવી દઈએ કે, 95 વર્ષની ઉંમર સુધી બહુ ઓછા લોકો જીવિત રહે છે અને જેઓ જીવિત હોય છે તેઓ પલંગ પર પડ્યા હોય છે, પરંતુ આજે અમે તમને એક દાદી વિશે જણાવીશું જે કાર ચલાવી રહી છે.
આ દાદી દેવાસ જિલ્લાની છે અને હાઇવે પર આ કાર ચલાવે છે. આ દાદીના પરિવારમાં 29 લોકો છે. આ દાદી બધું શીખવે છે અને એન્ડ્રોઇડ ફોન કેવી રીતે ચલાવવો તે ખૂબ સારી રીતે જાણે છે, તેથી તે કાર ચલાવવામાં નિષ્ણાત છે.
દાદીને કાર ચલાવવાની ઈચ્છા હતી અને તેના કારણે તેમને કાર શીખવવામાં આવી અને પછી દાદીએ કાર શીખી અને હાઈવે પર મારુતિ 800 કાર ચલાવી.
આ દાદીને કોઈ રોગ નથી અને તે બધા કામ જાતે જ કરે છે. દાદી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે છે.