પતિની શહાદત પછી આ મહિલાએ સેનામાં ઓફિસર બનીને પતિનું અધૂરું સપનું પૂરું કરી પતિને સાચી શ્રદ્ધાંજલિ આપી.
હાલમાં દેશની બધી જ મહિલાઓ પુરુષ સમોવડા બની ગઈ છે અને આ સાથે બધા જ ક્ષેત્રે આગળ પણ વધી રહી છે. એવી જ એક મહિલા વિષે જાણીએ જેઓએ તેમના પતિના અધૂરા સપનાને પૂરું કરવા માટે સેનામાં જોડાઈને પતિનું અધૂરું સપનું પૂરું કર્યું છે.
આ મહિલાનું નામ હરવીન કૌર છે અને તેઓએ પતિની અધૂરા સપનાને પૂરું કર્યું છે.તેમના પતિ કંવલપાલ સિંહ લદ્દાખ સ્કાઉટ્સની ઝેડાંગ સુમ્પા બટાલિયનમાં રાઈફલમેન તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ આર્મી ઓફિસર બનવા માંગતા હતા.
પણ તેઓ જયારે રિગ્ઝિન ખંડપનું ફરજ બજાવતા હતા અને ત્યારે એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તો તેમના મૃત્યુ પછી જયારે આર્મી ઓફિસરોને ખબર પડી કે હરવીન કૌરને સેનામાં જોડાવવું છે.
તો પતિની અધૂરી ઈચ્છા પુરી કરવા માટે નક્કી કર્યું હતું, તેઓએ પોતાની મહેનતથી આર્મીમાં જોડાઈને ૧૧ મહિનાની ટ્રેનિંગ લીધી અને ભારતીય સેનામાં ઓફિસર બની જયારે યુનિફોર્મ પહેરીને પતિનું અધૂરું સપનું પૂરું કર્યું હતું.
તેઓએ કેડેટ્સે એકેડેમીમાંથી સ્નાતક થવા માટે પહેલા એક વર્ષની તાલીમ લીધી હતી. ત્યારબાદ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડનું આયોજન થયું હતું,
જેમાં ૧૦૦ થી વધારે મહિલાઓએ કેડેટ્સ તાલીમ પૂરી કરીને સેનામાં જોડાયા હતા. આમ આ ઓફિસરને એક દીકરો છે અને તેને તેના પિતાને કોઈ દિવસે જોયા જ નથી આમ પતિનું અધૂરું સપનું પૂરું કરીને મહિલાએ ઇતિહાસ રચી દીધો.