જીવનમાં ઘણા મોટા સંઘર્ષનો સામનો કરીને માત્ર 23 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈપીએસ અધિકારી બની ઇતિહાસ રજૂ કરી દીધો…
બધા જ લોકો તેમના જીવનમાં આગાથ મહેનત કરીને આગળ વધતા હોય છે આજે અભ્યાસનો જમાનો આવી ગયો છે અને તેથી જ બધા યુવાનો સારો એવો અભ્યાસ કરીને તેમના જીવનમાં આગળ વધતા હોય છે જેમાં પોતાના અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે અને આ પરીક્ષાઓમાં સૌથી કઠિન પરીક્ષા યુપીએસસીની હોય છે આજે એક એવા યુવક વિશે વાત કરીએ જેને પોતાની મહેનતથી આ કઠિન પરીક્ષાને માત્ર 23 વર્ષની ઉંમરે પાસ કરીને ઇતિહાસ બનાવી દીધો.
આ યુવક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને તેમનું નામ બજરંગ પ્રસાદ છે તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 454 મો રેન્ક મેળવીને આઇપીએસ બનીને પરિવારનું નામ રોશન કર્યું. આ યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે તેઓએ તેમના જીવનમાં ઘણા એવા સંઘર્ષનો સામનો કર્યો છે.
અને આજે આ મોટી સિદ્ધિ પણ તેઓને મળી છે વર્ષ 2019 નું બજરંગ આઇપીએસ બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી ગયા હતા અને ત્યાં વર્ષ 2020 માં તેમના પિતાનું અચાનક મૃત્યુ થઈ જતા તેઓ પાછા ઘરે આવ્યા અને દુઃખી થયા હતા.
આ ઘટના બન્યા બાદ બજરંગ અને તેના પરિવાર પર મુસીબતોનો પહાડ આવી ગયો હતો અને ત્યારબાદ આવી પરિસ્થિતિ પણ તેઓએ હિંમત હારી નહીં પરંતુ પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે પોતાની મહેનત ચાલુ જ રાખી.
અને પિતાના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કર્યો હતો. આવી જ રીતે 2020 માં યુપીએસસી પ્રિલીમન્સની પરીક્ષા પાસ કરી હતી.
ત્યારબાદ વર્ષ 2020 માં યુપીએસસીમાં 454 રેન્ક મેળવીને દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બની ગયા હતા.