આ ભક્તની માનતા પુરી થતા તે સતત ૮૦૦ દિવસ દંતવત કરી રણુજા રામદેવપીર મંદિરે પહોંચી પોતાની માનતા પુરી કરી.
દેશમાં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે જે દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે ત્યારે ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધાથી દેવી દેવતાના દર્શને આવતા હોય છે ત્યારે દરેક ભક્તો પોતાના પર આવતી મુસીબતો દૂર કરવા માટે દેવી દેવતાની માનતા પણ રાખતા હોય છે,
ત્યારે આજે એક એવા જ ભક્તની વાત કરવાના છીએ.જે ભક્ત રણુજા રામદેપીરના ભક્ત છે ગુજરાતમાં મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તો છે.જે દરેક ભક્તો ભાદરવા સુદ બીજના દિવસે ચાલતા આવીને રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
ત્યારે આજે તમીનનાડુના એક એવા ભક્તની વાત કરવાના છીએ જે ભક્ત રામેશ્વરથી ૮૦૦ દિવસ સુધી સતત દંડવત પ્રણામ કરતા કરતા રામદેવદા રણુજા આવી પહોંચ્યા હતા.
જયારે તે રોડ પર દંડવત યાત્રા કરતા કરતા રણુજા જવા માટે નીકર્યા હતા ત્યારે અનેક ભક્તો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા.દરેક લોકો મુસીબતમાં આવે ત્યારે આકળી માનતા રાખતા હોય છે જયારે તેમની મુસીબત દૂર થાય ત્યારે તે પોતાની માનતા પુરી કરવા નિકરી પડતા હોય છે.
આ વાત જાણીને દરેક લોકોને નવાઈ લાગશે કારણ કે આ ભક્ત ૮૦૦ દિવસ પછી રણુજા રામદેવપીર મંદિર પહોંચ્યા છે.આ ભક્તએ રાખેલી માનતા પુરી કરવા માટે તેમની ટીમ લઈને માનતા પુરી કરવા નિકરી ગયા હતા આખરે તેમને તેમની માનતા પુરી કરવા રણુજા પહોંચી ગયા છે અને રામદેવપીર મહારાજના દર્શન કરી તેમની માનતા પુરી કરી હતી.