Advisory : ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું છે હાનિકારક ! સરકારે જાહેર કરી એડવાઈઝરી, જુઓ..
Advisory : કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવાનું ટાળવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
Advisory : દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ (લૂ) દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું હતું.
Advisory : આલ્કોહોલ પીવાથી પણ દૂર રહેવા માટે સરકારે લોકોને અપીલ કરી છે. આ સિવાય કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) પીવાનું પણ ટાળવા જણાવ્યું છે. ત્યારે આ દરમિયાન ગરમીને લઈને શું કરવું તેને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
ગરમીમાં ચા, કોફીના સેવનને લઈને સરકારે લોકોને ચેતવ્યા
Advisory : સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઉનાળામાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ આ પીણાં પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન (પાણીની ઉણપ) થઈ શકે છે. ત્યારે ગરમીના આ સમયગાળામાં હાઈ પ્રોટીન ફૂડ ન ખાવાની સલાહ આપવામાં આવી છે. તેમજ સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો. ઘરમાં ભોજન બનાવતી વખતે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો.
બપોરે ઘરની બહાર જવાનું ટાળો
Advisory : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર, હીટસ્ટ્રોકની અસરોથી બચવા માટે બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળો. ગરમી દરમિયાન સફેદ રંગના સુતરાઉ કપડા પહેલો જે ગરમીમાં રાહત આપશે
આ પણ વાંચો : HEALTH TIPS : ઉનાળામાં તરબૂચ કરતા પણ બેસ્ટ છે આ ફળ, ગરમીમાં શરીર માટે કહેવાય છે ‘અમૃતફળ’..
આટલુ કરવાથી ગરમીમાં મળશે રાહત
- પૂરતું પાણી પીઓ. જો તમને તરસ ન લાગે તો પણ શક્ય તેટલી વાર પાણી પીવો.
- સફેદ કે હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
- તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, છત્રી/ટોપી, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરો.
- જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળો. મુસાફરી દરમિયાન પાણી સાથે રાખો.
- આલ્કોહોલ, ચા, કોફી અને ઠંડા પીણા પીવાનું ટાળો.
- હાઈ પ્રોટિન ખોરાક લો અને વાસી ખોરાક ન ખાઓ.
- જો તમે બહાર કામ કરો છો, તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો અને તમારા માથા અને ચહેરાને હળવા સુતરાઉ કપડાથી ઢાંકો.
- જો તમે થાક, અસ્વસ્થ અથવા બીમાર અનુભવો છો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
- ઓઆરએસ, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, લીંબુનું શરબત, છાશ વગેરેનો ઉપયોગ કરો જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
- તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડ્સનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો.
- પંખાનો ઉપયોગ કરો, ઠંડા પાણીથી સ્નાન કરો.
more article : HEALTH TIPS : ઉનાળામાં વેક્સિંગ કર્યા પછી ખંજવાળ આવે કે બળતરા થાય તો કરો આ ઉપાય