Garuda Purana અનુસાર ભગવાન વિષ્ણુએ જણાવેલા આ 4 કામ કરનારને દરેક કાર્યમાં મળે છે સફળતા અને ધન લાભ…

Garuda Purana અનુસાર ભગવાન વિષ્ણુએ જણાવેલા આ 4 કામ કરનારને દરેક કાર્યમાં મળે છે સફળતા અને ધન લાભ…

હિંદુ ધર્મમાં 18 પુરાણમાંથી Garuda Purana પણ એક છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કે જીવનમાં સફળતા મેળવવાને લઈને કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી આત્માની સફરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં જીવન સંબંધિત કેટલાક નિયમો વિશે કહેવામાં આવ્યું છે જેને વ્યક્તિ આત્મસાત કરે તો તેને સફળતા પ્રાપ્ત થાય છે.

Garuda Puranaને લઈને લોકો વચ્ચે ઘણી ધારણાઓ છે. ઘણા ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો ત્યાર પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. ગરુડ પુરાણ આચરણ ખંડ, ધર્મ ખંડ અને બ્રહ્મખંડમાં વિભાજિત છે.

ગરુડ પુરાણમાં જીવન સંબંધિત અલગ અલગ બાબતોનો ઉલ્લેખ મળે છે. માનવામાં આવે છે કે ગરુડ પુરાણનો પાઠ દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર તો અવશ્ય કરવો જોઈએ. તેમાં જણાવેલી વાતોને જીવનમાં આત્મસાત કરવાથી વ્યક્તિ આ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે અને મૃત્યુ પછી મોક્ષ પામે છે.

Garuda Purana
Garuda Purana

Garuda Puranaમાં જ ભગવાન વિષ્ણુએ એવા ચાર કાર્યો વિશે જણાવ્યું છે જેને કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિ આ ચાર કામ કરીને દિવસની શરૂઆત કરે તો તેને દિવસમાં સફળતા અને લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા ચાર કામ વિશે જેને કરીને જ દિવસની શરૂઆત કરવી જોઈએ.

આ પણ વાંચો : Nita Ambani : નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનું ઉદ્ઘાટન, શિક્ષણની નવી પદ્ધતિઓ પર રહેશે ભાર, દુનિયાભરના શિક્ષકો જોડાશે..

આ 4 કાર્યો સાથે કરો દિવસની શરૂઆત

– Garuda Purana અનુસાર વ્યક્તિને નિયમિત રીતે સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરીને જ દિવસ શરૂ કરવો જોઈએ. જે વ્યક્તિના દિવસની શરૂઆત પૂજા પાઠ સાથે થાય છે તેને દેવી-દેવતા અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Garuda Purana
Garuda Purana

– સવારે ભોજન કરતા પહેલા ભગવાનને ભોગ અચૂક ધરાવવો. ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. આમ કરવાથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.

– Garuda Purana અનુસાર દરેક વ્યક્તિએ દિવસમાં એક વખત આત્મચિંતન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને સારા અને ખરાબ વચ્ચેનો ભેદ ખબર પડે છે.

– ભગવાન વિષ્ણુ અનુસાર દરેક દિવસે કોઈને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિની યથાશક્તિ મદદ કરવી જોઈએ. જેમકે ભૂખ્યાને ભોજન કરાવવું, ગાયને ઘાસ ખવડાવવું, પક્ષીને ચણ, કુતરા ને રોટલી ખવડાવી વગેરે.

more article : Garuda Purana અનુસાર કળિયુગનાં ૧૭ એવા પાપ, જે તમને સીધા લઈ જઈ શકે છે નર્કમાં, સ્વંય ભગવાન પણ નથી કરતાં માફ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *