Acciedent : 2 સેકન્ડમાં મોત મળ્યું ખાડામાં બાઈક સ્લીપ થયું, ને પિતા-પુત્ર ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાયા..

Acciedent : 2 સેકન્ડમાં મોત મળ્યું ખાડામાં બાઈક સ્લીપ થયું, ને પિતા-પુત્ર ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાયા..

Acciedent : રાજકોટમાં સ્થાનિકને બચાવવા જતા પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ..બાઈક રસ્તા નજીકના ખાડામાં જતા ભારે વાહને પિતા-પુત્રને કચડ્યા..અન્ય વ્યક્તિને બચાવનાર પિતા-પુત્રને ન મળ્યો ખુદને બચાવવાનો સમય..

Acciedent : રાજકોટમાં ડમ્પરની અડફેટે આવેલા પિતા પુત્રના ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. ઘટના સ્થળ પર જ શૈલેષ પરમાર અને અજય પરમારના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે આ બનાવ બન્યો હતો. એક સ્થાનિકને બચાવવા જતા પિતા પુત્રને મોત મળ્યુ હતું. પિતા પુત્રના મોતથી પરમાર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

Acciedent : રાજકોટના સંતકબીર રોડ પર આ અકસ્માત બન્યો હતો. સંત કબીર રોડ સદગુરુ સોસાયટી શેરી ન-2 માં રહેતા પરમાર પરિવારના પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. શૈલેષ પરમાર સંત કબીર રોડ પર પોતાના જ ઘરે ચેઈન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા. તો તેમનો દીકરો અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો.

રાજકોટમાં ડમ્પરની અડફેટે પિતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત; ઘટનાના CCTV આવ્યા સામે

Acciedent : સંત કબીર રોડ પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પિતા પુત્ર બંને બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યુ હતું. પિતા પુત્ર સંતકબીર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ અન્ય વ્યક્તિને બચાવવા જતાં બાઈક ખાડામાં ચલાવ્યું હતું. ખાડામાંથી પસાર થતું બાઈક અચાનક સ્લિપ થયું હતું. બાઈક સ્લિપ થતાં પિતા પુત્ર ટ્રકના પાછળના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા. બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

Acciedent : ઘરના બંને મુખ્ય સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારે એક સાથે બે પુરુષોને ગુમાવ્યા છે. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં.

આબુરોડથી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત

 Acciedent
Acciedent

આ પણ વાંચો : success story : 14 વર્ષના બાળકે મજાક-મજાકમાં 4 મહિનામાં 18 લાખ રૂપિયા કમાઈ લીધા, ઇન્ટરનેટની મદદથી મળ્યું કામ…

Acciedent : આબુરોડથી પરત અમદાવાદ આવતી કારનું ટાયર ફાટતાં કાર પલટી ગઇ હતી,. કારમાં 2 મહિલા અને 2 પુરૂષો સહિત એક બાળક સવાર હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્યને ઇજા પહોચી છે. એક મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાના અહેવાલ છે. આ પરિવાર રિપબ્લિક ડેનો લોન્ગ વિકએન્ડ એન્જોય કરવા માટે અમદાવાદથી આબુરોડ ગયો હતો.

Acciedent : જો કે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર પલટી ગઇ હતી. આ દુર્ઘટના બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે બની હતી.

Acciedent : તો 27 જાન્યુઆરીએવડોદરાના કારેલીબાગ ખાતે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે ફોર વહીલરને અડફેટે લીધી હતી અને કારને 100 મીટર સુધી ઢસડી હતી. સદનસીબે કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. કુંભારવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 Acciedent
Acciedent

Acciedent : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર કોબા હાઇવે ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું અજાણી કારની અડફેટે મોત નીપજ્યું છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

Acciedent : ગાંધીનગરમાં વધતા અકસ્માતો વચ્ચે હવે હિટ એન્ડ રનના બનાવ વધ્યા છે ત્યારે ગઈકાલે સાંજે કોબા પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વૃદ્ધનું મોત થઈ ગયું છે જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોબા પાટીયા પાસે રહેતો ખોડાજી નાગજીજી ઠાકોર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

Acciedent
Acciedent

Acciedent : જ્યારે તેના પિતા નાગજીજી ગેમરજી ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે સાંજે ખોડાજી ઘરે હાજર હતો. એ દરમિયાન તેના પિતા ઘરનો સામાન લેવા માટે કોબા ગામમાં જવા માટે નિકળ્યા હતા. જેની થોડીક વારમાં જ રોડ ઉપર બુમાબુમ થતા ખોડાજી ત્યાં પહોંચી ગયો હતો. તેને જાણવા મળ્યું હતું કે તેના પિતા ગાંધીનગરથી કોબા સર્કલ તરફનો રોડ ક્રોસ કરતા હતા.

Acciedent : ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી નાગજીજીને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી તેઓ લોહી લુહાણ હાલતમાં રોડ પર પડયા હતા.આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક કોબા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Acciedent : બાદમાં ઈજાગ્રસ્ત નાગજીજીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Acciedent : રાજકોટના સંતકબીર રોડ પર આ અકસ્માત બન્યો હતો. સંત કબીર રોડ સદગુરુ સોસાયટી શેરી ન-2 માં રહેતા પરમાર પરિવારના પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. શૈલેષ પરમાર સંત કબીર રોડ પર પોતાના જ ઘરે ચેઈન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા. તો તેમનો દીકરો અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો.

MORE ARTICLE :Ram Mandir : મન કી બાત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે કરોડો લોકોને એક સાથે જોડ્યા – PM મોદી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *