Accident : સુરત નેશનલ હાઈવે પર બસે અચાનક બ્રેક મારી ને ધડાકાભેર 4 બસ, 4 કાર, 2 ટ્રકની ટક્કર; અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત
સુરતના માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે 10 વાહનો વચ્ચે Accident સર્જાયો હતો. જેના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર વ્યવસ્થિત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે અનેક વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થઈ છે.
હાઈવે પર આડેધડ પાર્કિંગના કારણે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક બેદરકારીના કારણે સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે એક પછી એક 10 જેટલા વાહનો વચ્ચે Accident સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર જામ થઈ ગયો હતો.
ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયાં
સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર Accidentના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાત્રે લગભગ 12 વાગ્યાના સુમારે એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક લગાવી હતી જેના કારણે પાછળના વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. અકસ્માત જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક એકબીજા સાથે અથડાઈ
મળતી વિગતો મુજબ સુરતના નેશનલ હાઈવે 48 પર કીમ ચાર રસ્તાથી કોસંબા જતા રોડ પર ઉભેલી લકઝરી બસને કારણે Accident સર્જાયો હતો. જેમાં લક્ઝુરિયસ કાર પાછળ જોરદાર ટક્કર મારતાં કાર અથડાઈ હતી.
આ પણ વાંચો : Darshan Patel : આ ગુજરાતીએ જે પણ લોન્ચ કર્યું એ સુપરહીટ રહ્યું, આજે છે કરોડોની કંપનીના માલિક
હાઈવે પર 4 લક્ઝરી કાર, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહનચાલકો ઘાયલ થયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
લક્ઝરી બસને મુસાફરો ભરવા માટે ગમે ત્યાં રોકવી જોખમી છે.
ખાસ વાત એ છે કે નેશનલ હાઈવે પર લક્ઝરી વાહન ચાલકો ઘણીવાર મુસાફરોને ઉપાડવા માટે અચાનક પોતાના વાહનો રોકી દે છે. આવા સંજોગોમાં પાછળથી આવતા વાહનોના કારણે Accident થતા રહે છે, આવી સ્થિતિમાં હાઇવે પર જોખમી અને અવરોધરૂપ રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
કોસંબા પોલીસ દોડતી થઇ
Accidentની જાણ થતાં કોસંબા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. આ ઉપરાંત અનેક વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જોકે, અન્ય કોઈ મોટી જાનહાનિ નોંધાઈ ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ઇજાગ્રસ્ત પૈકી એકને હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
more article : Accident : ગુજરાતથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, ટ્રકે ટક્કર મારતા 11 ગુજરાતી યાત્રીઓનાં મોત