Bhavnagarના અધેવાડા ગામમાં અકસ્માતે બે દીકરીઓ ટાંકામાં પડી, તો માતાએ પણ બચાવવા લગાવ્યો કૂદકો, ત્રણેયના મોત….

Bhavnagarના અધેવાડા ગામમાં અકસ્માતે બે દીકરીઓ ટાંકામાં પડી, તો માતાએ પણ બચાવવા લગાવ્યો કૂદકો, ત્રણેયના મોત….

Bhavnagar નજીકના અધેવાડા ગામે હચમચાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં માતા અને બે પુત્રી સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. આકસ્માતે મોતના આ કેંસની વિગત એવી છે કે અકસ્માતે પુત્રીઓ પાણી ભરેલા ટાંકામાં પડી ગઈ હતી.જે અંગે જાણ થતાની સાથે જ માતા ક્ષણભરનો વિલંબ કર્યા વગર બચાવવા પડી હતી.

Bhavnagar
Bhavnagar

ફરજના પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા

જોકે જહેમત કામ ન આવતા બને દીકરીઓ સાથે માતાનું પણ ડુબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બીજી બાજુ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સ્થાનિક લોકો દોડી ગયા હતા.

આ પણ વાંચો : Accident : વાપી હાઇવે પર બન્યો ગમખ્વાર અકસ્માત, હાઇવેની સાઈડ એંગલ કારના આગળના કાચમાથી ઘૂસીને પાછળ બહાર નીકળી ગઇ,કાર ચાલકનું ઘટના સ્થળે મોત…

જ્યા ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજના પરના ડોક્ટરે માતા પુત્રીઓને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. બીજી બાજુ એક જ પરિવારમાં એકી સાથે ત્રણ ત્રણ મોત નિપજતા હાલ ગામ શોકના સાગરમાં ડૂબયું છે.

Bhavnagar
Bhavnagar

સ્થાનિક લોકોએ બહાર કાઢી ત્રણેને હોસ્પિટલ ખસેડયા હતા

બીજી બાજુ મોતની આ ઘટના રહસ્યાના તાણાવાળા સર્જતી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. કારણ કે આ કિસ્સાને આઠથી દસ કલાક જેટલો સમય વિતવા છતાં સ્થાનિક પોલીસને જાણ કરાઈ ન હતી. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. છતાં પણ પોલીસ અજાણ હોવાથી હાલ આ મામલે ચર્ચા ચાલી રહી છે.

more article  : આ છે ભાવનગરના રાજકુમાર ! સ્ટાઇલમાં મોટા મોટા અભિનેતા ને પાછળ મૂકી દે છે… જુઓ તસવીરો…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *