Accident : ભરૂચમાં હાઈવે પર રોંગ સાઈડમાં દોડતા ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સજાર્યો હતો ,તેમાં 4 યુવકોના મોત,તરા કાપીને મૃતદેહ કઢાયા
ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ગુરુવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા Accident માં 4 યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ મામલે પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે. એક જ ગામના 4 યુવાનોના મોતથી ગામમાં શોકનો માહોલ છે.
યુવકો કામ પરથી ઘરે જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, ભરૂચના આમોદના સુડી ગામના યુવાનો નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન કેલોદ પાસે તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી. Accidentએટલો ગંભીર હતો કે કારના પતરા ફાડીને યુવકના મૃતદેહને બહાર કાઢવો પડ્યો હતો.
Accident બાદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ટ્રક ચાલક સિંગલ ટ્રેક પર ખોટી દિશામાં હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ચારેય યુવકોની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે હતી.
સુરતી ગામના આ ચાર યુવાનોની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે હતી. ચારેય ભરૂચમાં રવિ રતન મોટર્સ અને શોરૂમમાં કામ કરતા હતા અને ઘરે જવા માટે અલ્ટોનો ઉપયોગ કરતા હતા.