Accident : મોરબીમાં બાઇક પંચર કરાવા જતા ટ્રક ચાલકે અડફેટમા લીધા, 1 બાળક સહિત 3ના ઘટનાસ્થળે મોત…
મોરબી નજીક નીચી માંડલ પાસે ટ્રકે બાઇકને પંચર કરવા જઈ રહેલા ત્રણ લોકોને ટક્કર મારી હતી; જેમાં એક સગીર સહિત બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આજે મોરબી નજીક એક ભયાનક Accident સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે બાઇકને પંચર કરાવવા જઇ રહેલા પિતરાઇ ભાઇ સહિત ત્રણને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, મોરબી નજીક એક ખૂબ જ ગંભીર Accident સર્જાયો હતો. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો નીચી માંડલ ગામના રહેવાસી સુનિલ પરસાડિયા, નયન રાજેશભાઈ લાંબડિયા અને કરણ લાંબડિયા નામના ત્રણ લોકો નીચી માંડલ ગામ નજીક શનાળા બાયપાસ તળાવ પાસે તેમની બાઇકનું પંચર રિપેર કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આ ટ્રકના ચાલકે બાઇક સાથે ત્રણેયને ટક્કર મારી હતી.
આ પણ વાંચો : 16 Sanskar : હિન્દુ ધર્મ મુજબ દરેક મનુષ્યમાં હોવા જોઈએ આ 16 સંસ્કાર, જાણો શું છે સંસ્કારો નું મહત્વ…
આ Accidentમાં સુનિલ પરસાડિયા અને નયન લાંબડિયાનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. કરણ લાંબડિયા નામના સગીરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવના પગલે પોલીસ ટીમ રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે.
તહેવાર દરમિયાન એક સગીર સહિત બેના મોતને પગલે બંને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રક ચાલકને નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો હતો
more article : Accident : અહમદાબાદ માં SG હાઈવે પર કાર ડિવાઇડર સાથે અથડાઈ પલટી ગઈ, ઓવરસ્પીડને કારણે 100 મીટર ઘસડાઈ, 3 મિત્રનાં મોત