accident : ગુજરાતમાં કુલ પાંચ માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં 6 લોકોનાં મૃત્યું નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.
ભાવનગરમાં બર્થડે સેલિબ્રેશનમાં 16 વર્ષના છોકરાએ અનેક ગાડીઓ ઠોકી; મહેસાણામાં ચાર, જામનગરમાં બેનાં મૃત્યુ
જામનગરના ધ્રોલ-ટંકારા વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઈક પર સવાર કાકા અને ભત્રીજાનું મોત#jamnagar #Accident #VTVGujarati pic.twitter.com/5yHc1LdYJ1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 5, 2023
સગાઈમાં જતા સમયે કાકા અને ભત્રીજાને નડ્યો accident
જામનગરનાં ધ્રોલ-ટંકારા વચ્ચે કાર અને બાઈક વચ્ચે accident સર્જાતા બાઈક પર સવરા કાકા અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું. સગાઈમાં જતા સમયે કાકા અને ભત્રીજાને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાં સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિકો મોટી સંખ્યમાં એકઠા થયા હતા.
સગીરે 5થી 6 વાહન સહિત લોકોને લીધા અડફેટે
ભાવનગરમાં માતા-પિતાની આંખ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 16 વર્ષીય સગીરે ઓવર સ્પીડ કાર ચલાવી વાહનોને અડફેટે લીધા હતા. જન્મ દિવસની ઉજવણી માટે લાવવામાં આવેલી કારને સગીરે બેફામ ચલાવી હતી.
આ પણ વાંચો : Surat : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નવો ખુલાસો, સુરતમાં સોલંકી પરિવારના તમામ સભ્યોએ આપઘાત નહોતો કર્યો
સગીરે 5 થી 6 વાહન સહિત લોકોને અડફેટે લીધા હતા. accident બાદ ભાગી રહેલા સગીર અને તેનાં મિત્રોને લોકોએ પકડ્યા હતા. આ અકસ્માતમાં 4 થી 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે ભાવનગર ડી-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
રિવર્સ ચાલી રહેલા ટ્રકે રિક્ષાને અડફેટે લીધી
દ્વારકાનાં મુખ્ય બજાર ભથાળ ચોકમાં રિવર્સ ચાલી રહેલા ટ્રકે રિક્ષાને અડફટે લીધી હતી. જેથી રિક્ષામાં સવાર દિવ્યાંગ મહિલાને ટ્રકે કચડી હતી. જે બાદ ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી.
રિક્ષા અને દુધના ટેન્કર વચ્ચે accident
મહેસાણાનાં સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર accident સર્જાયો હતો. જેમાં રિક્ષા અને દૂધનાં ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી. પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં મોતનો આંક 4 પર પહોંચ્યો હતો. અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે.
નશાની હાલતમાં ટેમ્પોચાલકે કર્યો accident
મહીસાગરનાં સંતરામપુર ગામે નશાની હાલતમાં ટેમ્પો ચાલકે accident કર્યો હતો. ટેમ્પા ચાલકે કાર બાદ બાઈકને પણ ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ત્યારે સ્થાનિક લોકોએ વાહન ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.
more article : accident : કારમાં ભાવનગરથી દ્વારકા જતા 4 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત,એકનું મોત, ત્રણ ઘાયલ