accident : મરણચીસોથી ગુંજી ઉઠયા હાઈવે, અકસ્માતના 7 બનાવોમાં 6 મોત, જુઓ ક્યાં કેવી રીતે બની ગોઝારી ઘટનાઓ
પાટણના રાધનપુર- સમી હાઇવે પર accidentની ઘટના સામે આવી હતી. જેમાં રાધનપુરના ચામુંડા મંદિર રોડ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત
accidentની અન્ય એક ઘટના જેતપુરમાં સામે આવી હતી. જેમાં જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા તેનું મોત થયું હતું. જે અંગે જાણ થતા પરિજનોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો.બાદમાં મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જ્યાં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી.
બોટાદના ગઢડા તાલુકાના અડતાળા હાઇવે પર accident : એકને ઇજા
વધુમાં બોટાદના ગઢડા શહેરનાં અડતાળા રોડ પર પણ accident થયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને ગઢડા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : IPO : પ્રથમ દિવસે થશે 50% નો ફાયદો, 27 ઓક્ટોબરે લોન્ચ થશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, જાણો GMP
બાઈક સવાર બે યુવકોને ઈજાઓ થઇ હતી.
તે જ રીતે સુરતના કીમ માંડવી સ્ટેટ હાઇવે પર accident થયો હતો. માંગરોળના નવાપરા ગામ નજીક બાઈક અને સ્કૂલ વાન વચ્ચે અક્સ્માત થતા ઘટનામાં બાઈક સવાર બે યુવકોને ઈજાઓ થઇ હતી. તથા અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અમીરગઢના આવલ પાસે accidentમાં પતિ-પત્નીનું સારવાર દરમિયાન મોત
આ ઉપરાંત બનાસકાંઠાના અમીરગઢના આવલ પાસે બાઈક સ્લીપ થતા accident સર્જાયો હતો. જેમાં પતિ-પત્નીનું અકસ્માતમાં મોત થતા અરેરાટી મચી હતી. રાજસ્થાનના ઝામર ગામનું દંપતી અમીરગઢ આવી રહ્યું હતું. જેનું બાઈક અકસ્માતમાં સારવાર દરમિયાન પતિ-પત્નીનું સારવાર નિપજતા સનસનાટી મચી છે.
ત્રિપલ accidentમાં 2 લોકોના મોત
આ સાથે આણંદના વઘવાલા પાસે પણ accidentની ગોઝારી ઘટના સામે આવી હતી. જેમાં ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.સરસ્વતી સ્કૂલ પાસે 2 કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે કાર વચ્ચે બાઈકચાલક ફસાઈ જતા મૃત્યુ જ્યારે કાર,ઇકો કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વધુમાં સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે રીક્ષાએ પલટી મારતા accident થયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.