Accident : દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણના કમકમાટીભર્યા મોત..
Accident : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો.. 1 મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 જેટલાં કેસ તો 9 લોકોએ ગુમાવ્યો જીવ.. સૌથી વધુ કેસ 534 કેસ સાાથે રાજસ્થાન પહેલા નંબરે..
Accident : ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં નવી બીમારીએ દસ્તક આપી છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી બચીને રહેવાનો સમય આવ્યો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં એકાએક વધારો થયો છે. એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના રાજ્યસભરમાં 180 કેસ નોંધાયા છે. જેમાં 9 લોકોના તો મોત થયા છે. સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસમાં ગુજરાત દેશભરમાં ચોથા સ્થાને છે.
Accident : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે જેથી વધતા સ્વાઈન ફ્લૂના કેસના કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 કેસ આવ્યા છે. નવા વર્ષ 2024 માં સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળ્યો છે. નવા વર્ષમા સ્વાઈન ફ્લૂથી 9 લોકોના મોતના કેસ આવ્યા છે.
Accident : માત્ર બે નહિમાં સ્વાઈ ફ્લૂના ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશભરમાં ગુજરાત સ્વાઈન ફ્લૂના કેસમાં ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાં આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ સ્વાઈનફ્લૂના 2545 કેસ નોંધાયા હતા. જેમાં દેશભરમાંથી કુલ 77 લોકોના બે મહિનામાં મોત થયા છે.
ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી : 40 ડિગ્રી સુધી પારો જશે
- રાજસ્થાન – 534 કેસ
- દિલ્હી – 474 કેસ
- પંજાબ – 290 કેસ
- ગુજરાત – 180 કેસ
- હરિયાણા – 232 કેસ
આ પણ વાંચો : Vastu Tips : સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે..
કેમ વકર્યો સ્વાઈન ફ્લૂ
તબીબોના મતે સ્વાઈન ફ્લૂ મિક્સ ઋતુને કારણે વકર્યો છે. ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે. હવે ઉનાળામાં ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લુના કેસ ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
આવી રીતે ફેલાય છે
સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઈન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગ્રસ્ત થાય છે.
ખાંસવા, છીંકવા કે આમને-સામને નિકટથી વાતચીત કરતા સમયે રોગીથી સ્વાઈન ફ્લૂના વાયરસ બીજા વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે. અનેક લોકોમાં આ સંક્રમણ બીમારીનું રૂપ નથી લેતી, અથવા અનેકવાર શરદી, ખાંસી અને ગળામાં ખારાશ સુધી સીમિત રહે છે.
આ લોકોને છે વધુ ખતરો
- એવા લોકો જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે, જેમ કે વૃદ્ધો, બાળકો, ડાયાબિટીસ કે એચઆઈવીથી ગ્રસ્ત લોકો
- દમ અને બ્રોન્કાઈટીસના દર્દીઓ
- નશો કરનાર વ્યક્તિ
- કુપોષણ, એનીમિયા કે અન્ય ક્રોનિક બીમારીઓથી પ્રભાવિત લોકો
- ગર્ભવતી મહિલાઓ તેની ઝપેટમાં જલ્દી આવે છે. આવી મહિલાઓમાં ચેપથી મૃત્યુ સુધી પણ પહોંચે છે.
More article : Success Stroy : એક સમયે ફ્લિપકાર્ટમાં કરતા હતા જૉબ, આઈડિયાના જોરે ઉભી કરી દીધી રૂ. 99,444 કરોડની કંપની
સ્વાઈન ફ્લૂના લક્ષણો
તાવ આવવો, ખાંસી આવવી, ગળામાં તકલીફ થવી, શરીરમાં દર્દ થવું, માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી, નબળાઈ લાગવી, કેટલાક લોકોને ઉલટી પણ થાય છે.