Accident : લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, 4 ના મોત

Accident : લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, 4 ના મોત

સુરેન્દ્રનગરના દશરા-પાટડી હાઈવે પર આજે એક ભયાનક Accident સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત રૂસ્તમગઢ ગામના પાટિયા પાસે થયો હતો. આ પરિવાર મોરબી કડી જઈ રહ્યો હતો ત્યારે એક કાળમુખી ટ્રકે તેમની કારને કચડી નાખી હતી. જેમાં કાર રોડ પાસેના ખેતરમાં પડી હતી અને ફસાઈ ગઈ હતી. હાલ મૃતદેહને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો છે.

Accident
Accident

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી નજીકના વીરપરડા ગામનો દરબાર સ્વીફ્ટ કારમાં કડી તરફ જઈ રહ્યો હતો. કાર દસાડા પાટડી હાઇવે પરથી પસાર થઇ રહી હતી ત્યારે નશામાં ધૂત આખલાની જેમ આવતી ટ્રકે સ્વીફ્ટ કારને જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. કાર બાજુના ખેતરમાં અથડાઈ હતી

આ પણ વાંચો :  Success Story :’35 કંપનીઓએ રિજેક્ટ કર્યો’ રૂ.10,000થી શરૂ કરી નોકરી, હવે રૂ. 1 કરોડથી વધુનું પેકેજ!

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રાજસ્થાન બાજુથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને તેણે કારને ટક્કર મારી હતી. કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ બચાવમાં આવેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી દસાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

Accident
Accident

તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી, પરંતુ આ સ્વિફ્ટ વાહન આરટીઓમાં કુલદીપ સિંહ પરમારના નામે મંગાવતું હોવાનું બહાર આવ્યું છે.

more article : Rajasthan Accidnet : દિહોર ગામ હિબકે ચડ્યું; એક સાથે 12 અર્થીઓ ઉઠી, હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *