accident : એસટી બસ, જીપ ને બે કારનો અકસ્માત: મોડાસાના કોલીખડ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત,બેને સામાન્ય ઇજા પહોંચી, ધનસુરા હાઇવે પર બે કિલોમીટર લાંબી લાઇન લાગી..
ચાલુ વાહને કેટલીક વખત ટેક્નિકલ કારણોસર accident સર્જાતા હોય છે. જેમાં અન્ય નિર્દોષ વાહનોને પણ ભોગ બનવું પડે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે.
આજે સાંજના સુમારે મોડાસા પાસે અમદાવાદ રોડ પર એક કારચાલક પસાર થઈ રહ્યો હતો. રોડ પર ટ્રાફિક પણ ફૂલ હતો તેવામાં અચાનક કારનું ટાયર ફાટતા કાર આગળ જતી એક એસટી બસ પાછળ અથડાઈ હતી. પાછળ આવી રહેલા અન્ય એક કાર અને બોલેરો જીપ પણ એકબીજા સાથે અથડાયા હતા.
આ ચાર વાહનોના એક સાથે થયેલા accidentમાં બે લોકોને ઇજા થઇ હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ફૂલ ટ્રાફિક વચ્ચે એકસાથે ચાર વાહનોના અકસ્માતને લઈ મોડાસા-ધનસુરા રોડ પર ભારે ટ્રાફિકજામ થયો હતો.
લગભગ બે કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી. મોડાસા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
more article : accident : ગારીયાધાર નજીક ગમખ્વાર અકસ્માત,કપાસ ભરેલી ટ્રક પલટી જતાં ત્રણ શ્રમિકોના મોત, ચાર મજુરોને ઈજા…