accident : ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા ગંભીર અકસ્માત, ડ્રાઇવરનું મોત; મુસાફરો ઘવાયા
રાજકોટ-જામનગર રૂટની એસ.ટી. બસ રાજકોટ શહેરમાં જામનગર રોડ પરથી પસાર થઈ રહી હતી. એ સમયે આગળ જતાં ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેને પગલે બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર accident સર્જાયો હતો. આ અકસ્માતમાં મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ટ્રકમાં રહેલા લોખંડના એંગલો બસમાં ઘૂસી જતા બસનો ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી એસ.ટી.બસના કંડકટર હિતેશભાઈ ભરતદાસ અગ્રાવતે આરોપી ટ્રક ચાલક જીજે 03 એટી ૩૦૧૭ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૩ હિતેશભાઈ જામનગર-રાજકોટ-જામનગરના રૂટ વાળી એસ.ટી. બસ GJ-18-Z-5244માં કંડકટર તરીકે કાર્યરત હતા. બસને ડ્રાઇવર તુષારભાઈ જોષી ચલાવી રહ્યા હતા.
આ પણ વાંચો : Suratમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બની તૈયાર, 1000 જેટલાં વેપારીઓએ ઓફિસોમાં મુક્યા કુંભ ઘડા
તેઓ જામનગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ વખતે આરોપી ટ્રક ચાલક GJ-03-AT-3017 પણ તેમની પાસેથી પસાર થયો હતો અને પુર પાઠવેગે પોતાના ટ્રકને લઈને આગળ જઈ રહ્યો હતો તેના ટ્રકમાં બેદરકારીપૂર્વક લોખંડના એંગલો ભરવામાં આવ્યા હતા. જેને પગલે લોખંડના એંગલો ત્રણથી ચાર ફુટ ટ્રકની બહાર નીકળી ગયા હતા.
બેફામ ગતિએ જતા ટ્રકે શેઠનગર સોસાયટી સામે પહોંચતા અચાનક જ બ્રેક મારી દીધી હતી. જેને પગલે એસ.ટી. બસ ટ્રક ની પાછળ ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર accident સર્જાયો હતો જેમાં બસમાં સવાર મુસાફરો ઘાયલ થયા હતા. જ્યારે ટ્રકમાં રહેલા લોખંડના એંગલ એસ.ટી. બસમાં ઘુસી જતા ડ્રાઇવર તુષારભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
more article : Accident : CM બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે મહિલા કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત, પતિ પત્ની અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત