accident : શામળાજી-રતનપુર નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો,નવાગામ પાસે ટ્રકે બે બાઇક સવારને કચડ્યા, ગંભીર રીતે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા…

accident : શામળાજી-રતનપુર નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો,નવાગામ પાસે ટ્રકે બે બાઇક સવારને કચડ્યા, ગંભીર રીતે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા…

નેશનલ હાઇવે હોય કે સ્ટેટ હાઇવે વાહનોની રફતાર કન્ટ્રોલમાં ના હોય તો accidentની વણઝાર ચાલુ રહે છે. ત્યારે શામળાજી પાસે આવેલ રતનપુર-શામળાજી નેશનલ હાઇવે પર ટ્રક અને બાઇકના અકસ્માતમાં બાઇકસવાર બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

accident
accident

અરવલ્લી જિલ્લાના શામળાજી-રતનપુર નેશનલ હાઇવે, નવાગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર accident સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં બાઈક ચાલક ઉપર ટ્રકના ટાયર ફરી વળતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

accident
accident

ઇજાગ્રસ્તને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. accidentમાં ભોગ બનનાર બાઇકચાલક, મેઘરજ પંથકનો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા મદદે ઉમટી પડ્યા હતા. પોલીસે આ ઘટના અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો, ઘણા શહેરોમાં વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ

accident
accident

હમણાં બે દિવસ પહેલા જ મોડાસાના બામણવાડ પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક 150થી વઘુ બકરા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગતાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં સળગી ઊઠી હતી.

accident
accident

આ આગમાં 150થી વધુ ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ટ્રકમાં સવાર લોકોને બહાર નીકળવાની તક ન મળતા ત્રણેય લોકો ઘટનાસ્થળે બળીને રાખ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

accident
accident

કોઈપણ માલ વાહન હોય તેની ઊંચાઈથી લઈ દરેક પ્રકારના માપદંડ નક્કી હોય છે ત્યારે તેનું યોગ્ય પ્રમાણ ના જળવાય તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં આવી જ એક મોટી દુર્ઘટના સામે આવી છે.

accident
accident

જેમાં બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ટૂંકમાં, છેલ્લા બે દિવસમાં અરવલ્લીમાં accidentની આ બીજી ઘટના છે.

more article : Accident : ભરૂચમાં હાઈવે પર રોંગ સાઈડમાં દોડતા ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સજાર્યો હતો ,તેમાં 4 યુવકોના મોત,તરા કાપીને મૃતદેહ કઢાયા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *