Accident : ગુજરાતમાં અકસ્માતની હારમાળા ભાવનગર બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 કાળજું કંપાવે તેવી ટક્કર, કુલ 8ના મોત…
Accident : રાજ્યમાં અકસ્માતની ત્રણ ઘટનામા 8 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં ટ્રેઈલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓનાં ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
Accident : સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતમાં 2 નાં મોત નિપજ્યા છે. ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત નિપજ્યું છે. બંનેનાં મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3ના મોત
Accident : પીંપળી-વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ભોળાદ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. કાર અને ટ્રક સામ સામે આી જતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : HEALTH TIPS : બીટ ખરેખર ‘શાકભાજીની વાયગ્રા’ છે? જાણો શું કહે છે વિજ્ઞાન..
યાત્રાળુઓને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધી
ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા. વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : Ram Navami : રામનવમી પહેલા અયોધ્યાથી આવ્યા ગુડ ન્યુઝ, પ્રભુ રામલલા આ દિવસે ભક્તોને આપશે 24 કલાક દર્શન..
પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ગમખ્વાર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
more article : Share Market : દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો વિગત…