accident : મહેસાણાના સતલાસણા-ગોઠડા હાઇવે પર રીક્ષા-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.રિક્ષાને ટેન્કરે ટક્કર મારતા 4 લોકોનાં મોત….
દિવાળીનો તહેવાર છે અને લોકો નવી ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. પરંતું મહેસાણામાં દિવાળીની ખરીદી કરવા ગયેલા ચાર લોકો કાળનો કોળિયો બન્યો હતો. મહેસાણાના સતલાસણામાં દિવાળીની ખરીદી કરવા ગયેલા 4 મોતની ચાદરમાં લપેટાયા છે. માતેલા સાંઢની માફક આવતા દૂધના ટેન્કરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેથી હાઈવે લોહિયાળ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા સતલાસણા તાલુકાના ગોઠડા ગામ પાસે ગમખ્વાર accident સર્જાયો હતો. રીક્ષા અને દૂધના ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચો : Gujarat નું ગૌરવ ,આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ
બન્યું એમ હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાટીવાસ ગામે રહેતા સાત લોકો ગામની રિક્ષામાં બેસી દિવાળી હોવાથી સતલાસણા ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરી પોતાના ગામ પરત આવી રહ્યા હતા. ત્યારે ગોઠડા નજીક દૂધના ટેન્કરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી ગમખ્વાર accident સર્જાયો હતો. આ અકસ્માતમા 4 લોકોના કમકમાટીભર્યાં મોત થતા હાઈવે લોહિયાળ બન્યો હતો