accident : બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત
ગુજરાતમાં accident સતત વધી રહ્યા છે. રાજ્યમાં એક પછી એક અકસ્માતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક ભયાનક accident સર્જાયો હતો. બનાસકાંઠાના અંબાજી-હડાદ રોડ પર ટ્રાફિક અકસ્માત સર્જાયો છે.
જેમાં મુસાફરો ભરેલી બસ પલટી મારી બે ટુકડા થઈ ગયા હતા. બસ પલટી જતાં 40 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી accidentની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બનાસકાંઠાના અંબાજી-હડાદ રોડ પર એક ગંભીર accident ના સમાચાર છે. આ ઘટનામાં મુસાફરોથી ભરેલી બસ પલટી મારીને બે ટુકડા થઈ ગયા હતા.
બસ પલટી જવાથી 40 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને accidentની તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયા છે. accident સમયે સ્થિતિ એટલી હ્રદયદ્રાવક હતી કે ઘાયલોને 108 અને પોલીસ જીપમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.
more article : Accident : અમદાવાદમાં સર્જાયો સાઉથની ફિલ્મ જેવો એક્સિડન્ટ, રિક્ષા હવામાં ફંગોળાયા બાદ ગલોટિયુ ખાઈ ગઈ…