accident : આણંદ જિલ્લાના બોરસદમાં આવેલા દાવોલ પાસે કંપારી છૂટી જાય એવો ભયાનક અકસ્માત સર્જાયો ,પિતા-પુત્રીનું મોત…
આણંદ જિલ્લાના બોરસદમાં આવેલા દાવોલ પાસે કંપારી છૂટી જાય એવો ભયાનક accident સર્જાયો છે. જેમાં પિતા અને પુત્રીના કરુણ મોત નિપજ્યા છે. એક્ટિવા પર સવાર પરિવારને સામેથી આવતી કારે એવી જોરદાર ટક્કર મારી કે પરિવાર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો અને રોડ પર પડ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
કાર ચાલકે સામેથી આવતા પરિવારને ફંગોળ્યો
આ પણ વાંચો : Banaskantha : ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત : સુરત બાદ બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું
વિગતો મુજબ, બોરસદમાં દાવોલ પાસે રોડ પર પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે સામેથી ટુ-વ્હીલર પર આવતા પરિવારને ટક્કર મારી હતી. જેમાં ટુ-વ્હીલર પર જતા દંપતી અને બે પુત્રીઓ હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. accident બાદ ત્રણ લોકો ઉછળીને રોડની બીજીબાજુ પડ્યા જ્યારે એક બાળકી રોડ પર પડી હતી. અકસ્માતમાં પિતા-પુત્રીના મોત થઈ ગયા હતા. જ્યારે કાર રોડ પરથી ઉતરી જઈને અથડાઈને ઊભી રહી ગઈ હતી.
આણંદ જિલ્લાના બોરસદમાં આવેલા દાવોલ પાસે કંપારી છૂટી જાય એવો ભયાનક અકસ્માત સર્જાયો#Anand #Accident #GujaratiNews pic.twitter.com/0fprwCjRyh
— Gujarat Tak (@GujaratTak) November 6, 2023
accident બાદ ચાલક ફરાર થયો
accident બાદ કાર ચાલક સ્થળ પરથી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સફેદ કલરની કાર સુરત પાસિંગની હોવાનું સામે આવ્યું છે. હાલ બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને કાર ચાલક વિશે વધુ તપાસ હાથ ધરી છે.
more article : accident : કારમાં ભાવનગરથી દ્વારકા જતા 4 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત,એકનું મોત, ત્રણ ઘાયલ