Accident : ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અકસ્માતના 5 બનાવ, 4ના મોત, આ જગ્યાઓએ કાળ ત્રાટક્યો

Accident : ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અકસ્માતના 5 બનાવ, 4ના મોત, આ જગ્યાઓએ કાળ ત્રાટક્યો

Accident : ક્યાંક શેરડી ભરેલા ટ્રેકટરે પલટી મારતા શ્રમિકો દટાયા તો ક્યાંક ટ્રકની ટક્કરે ST બસ પલટી મારી ગઈ, 4 લોકોના મોત તો 10 થી વધુ ઇજાગ્રસ્ત

  • રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો 
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની 5 ઘટના
  • 5 અકસ્માતમાં 4 લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

Accident : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની 5 ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટામાં બાઇક અકસ્માતમાં એકનું મોત, સુરતના પલસાણામાં પણ અકસ્માતમાં એકનું મોત થયું છે. આ તરફ સુરતમાં વધુ એક અકસ્માતમાં 2 લોકોના મોત મળી રાજ્યમાં કુલ 4 લોકોના મોત થયા છે.

ઉપલેટામાં બાઇક અકસ્માત એકનું મોત

ઉપલેટામાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટાથી મુરખડા તરફ જઈ રહેલ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલ યુબકનું નામ રોહિત વઘેરા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ ઉપલેટા પોલીસે ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : success story : 14 વર્ષના બાળકે મજાક-મજાકમાં 4 મહિનામાં 18 લાખ રૂપિયા કમાઈ લીધા, ઇન્ટરનેટની મદદથી મળ્યું કામ…

Accident
Accident

સુરતમાં શેરડી ભરેલા ટ્રેકટરે મારી પલટી મારતા એકનું મોત

સુરત પલસાણાના હરિપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. વિગતો મુજબ છાત્રાલા જંકશન પાસે શેરડી ભરેલા ટ્રેકટરે પલટી મારી હતી. આ તરફ ટ્રેકટર પલટી મારી જતા શેરડીના જથ્થા નીચે શ્રમીકો દબાયા હતા. ટ્રેક્ટરમાં પંચર પડતા ટ્રેકટર એક તરફ નમી જતા આ ઘટના બની હતી. આ તરફ ઓવરલોડ ભરેલા ટ્રેકટર નમી પડતા શેરડી ભરેલ ટ્રોલી નીચે શ્રમીકો દબાઇ જતાં એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Accident
Accident

મોરબીના હળવદમાં એસટી બસ પલ્ટી મારી ગઇ

મોરબીના હળવદના કોયબા ગામના પાટીયા નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. વિગતો મુજબ ટ્રક ચાલકે ટક્કર મારતા ST બસ પલ્ટી મારી ગઇ હતી. જેમાં મોરબી સંતરામપુર ઝાલોદ રુટની બસને ટ્રક ચાલકે ટક્કર મારતા બસ પલટી ગઈ હતી. આ તરફ 16 જેટલા પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થતા 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : મોહન સિંહ ઓબેરોય: માતાએ આપેલા 25 રૂપિયામાથી બનાવ્યું અબજોની કિંમતનું ઓબેરોય હોટેલનું સામ્રાજ્ય

Accident
Accident

સુરતમાં બાઇકસવારને નડ્યો અકસ્માત, 2 લોકોના મોત

સુરતના પલાસણામાં બાઇકસવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પલાસણાના બારાસડી ગામ પાસે એના ગામના યુવાનો બારડોલી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ડિવાઇડર સાથે બાઇક અથડાતા બન્ને યુવકો પટકાયા હતા. આ તરફ બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Accident
Accident

ખેડા-કપડવંજ રોડ પર ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતાં અકસ્માત

ખેડા કપડવંજ ઉત્કંઠેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ સિંગાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જવાની ઘટના સામે આવી છે. આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ હતી. આ તરફ ટ્રક પાછળ ઘુસેલી ટ્રકના કેબિનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાને લઈ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Accident
Accident

આણંદમાં કારની અડફેટે 4 લોકોના મૃત્યુ, આરોપી ઝડપાયો

આણંદના નાવલી-નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની હાલતમાં બેકામ ગાડી હંકારીને 7 વ્યક્તિ કચડી નાંખતાં 4 લોકોના મોત થયા હતા. પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ સામે આઇપીસી કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધ્યો છે. નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો.

જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ ગયો હતો. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ-નાવલી રોડ દહેમી પાસે આગળ ત્રણ બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારીને બચાવાનો પ્રયાસ કર્યો ન હતો. એક પછી એક ત્રણ બાઈકને અડફેટમાં લઈને બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નિપજયા હતા. જેમાં અરવિંદ ઉર્ફેપિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અંકિતા ગુમા સહિત ૩ વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે જેનીશ પટેલ ની ખાનગી હોસ્પિટલ બહારથી અટકયત કરી છે જેના ત્રણ દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે.

Accident
Accident

MORE ARTICLE : કલ્પના સરોજ : ગુજરાતની છાણની લીપણ બનાવતી મહિલા,આજે બની ગઇ 700 કરોડની માલકીન, જાણો તેની સંઘર્ષોની કહાની…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *