Accident : અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે એસ ટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, 10 મુસાફરો ગંભીર
રાજ્યમાં વધુ એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજ પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર Accident સર્જાયો છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર કામરેજ પાસે મુસાફરોથી ભરેલી ST બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ છે. જેમાં 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં 25 મુસાફરો સવાર હતા. હાલ 108 ટીમ Accident સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં બસ અને ટેન્કરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બસમાં 25 મુસાફરો સવાર હતા
વર્ણન મુજબ કામરેજ ને.હા. 48 અમદાવાદ-મુંબઈ રૂટ પર મુસાફરોથી ભરેલી ST બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો : gg hospital : દર્દી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો અને તબીબો સેલ્ફી લેતા હતા, જામનગરની જીજી હોસ્પિટલમાં ઘોર બેદરકારી…
તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ વડોદરાથી સુરત જઈ રહી હતી ત્યારે આ Accident સર્જાયો હતો. કાર ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
બસ ધડાકાભેર અથડાઇ
બસ સામેના ટ્રેક પર ચઢતી વખતે કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. 10 જેટલા મુસાફરો તેમજ બસ અને ટેન્કરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત Accidentના કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.
more article : Accident : ગુજરાતથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, ટ્રકે ટક્કર મારતા 11 ગુજરાતી યાત્રીઓનાં મોત