Accident : સુરતમાં પીધેલા નબીરાએ 4 લોકો પર ચઢાવી દીધી કાર, લોકોએ મેથીપાક ચખાડ્યો…
Accident : સુરતના મોટા વરાછામાં નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, રાહદારીઓને અડફેટે લેતા સારવાર માટે ખસેડાયા
ચાર રાહદારીઓને અડફેટે લીધા
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઇકાલે રાત્રે કાર ચાલક છાકટો બન્યો હતો. પોતાની કાર બેફામ ચલાવવા માડ્યો હતો જેને કારણે રોડ પર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ યુવકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. બેફામ ગાડી ચલાવીને રાહદારી અને વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
લોકોએ ઝડપીને પોલીસને સોપ્યો
અકસ્માત કરી નાસી છુટે એ પહેલા જ હાજર લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. કાર ચાલક નબીરો નશામાં હોવાનો સ્થાનીકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કારચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ભાવેશ ચલોડિયાને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કારને પણ ડિટેઇન કરી અને તેની તપાસ કરવામાં આવી હતી. જો કે કોઇ શંકાસ્પદ વસ્તુ કારમાંથી પોલીસને મળી આવી ન હતી.
આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન
ઘાયલને હોસ્પિટલ ખસેડાયા
કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર ઘાયલ થયા હતા અને તેમના બાઇકને પણ નુકશાન થયુ હતું. બાઇકનો આગળનો ભાગ તુટી ગયો હતો. જ્યારે ઘાયલ ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે
બે દિવસ પહેલા થયો હતો અકસ્માત
Accident : સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે પરંતુ વાહન ચાલકો દ્વારા ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરવામાં આવતા રાહદારીઓને જીવ ખોવાનો વારો આવી રહ્યો છે.
બે દિવસ પહેલા રાત્રિના સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ઇનોવા કારના ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનામાં ઇનોવા કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.
more article : Kunteshwar Mahadev : વાપી અને દમણની હદ પર કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય