Accident : ગુજરાતથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, ટ્રકે ટક્કર મારતા 11 ગુજરાતી યાત્રીઓનાં મોત
રાજસ્થાનના ભરતપુરમાં જયપુર-આગ્રા હાઈવે પર એક ગંભીર Accident થયો… એક અનિયંત્રિત વાહને રોડ પર ઉભેલી બસને ટક્કર મારી, જેના કારણે 12 ગુજરાતીઓના મોત… જ્યારે 12 લોકો ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી…. સૌ કોઈ ભાવનગરથી મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા… લખનપુર વિસ્તારમાં વહેલી સવારે બસ બગડી ગઈ… ડ્રાઈવરે બસને ઠીક કરવા માટે રોકી… દરમિયાન પાછળથી આવતા એક ટ્રેલરે ટક્કર મારી મુસાફરો…બસમાંથી નીચે…સરકાર ઘટના પર સતત નજર રાખી રહી છે…સરકાર મૃતકોના પરિવારજનો તેમજ ઘાયલોને તમામ શક્ય મદદ કરશે…ગુજરાતીઓના મૃત્યુ પર પીએમ. રાજસ્થાનના ભરતપુરમાં થયેલા અકસ્માત અંગે મોદીએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. પીએમ રિલીફ ફંડમાંથી મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત.
રાજસ્થાનમાં માર્ગ Accidentમાં ભાવનગરના ભક્તોના મોત થયા છે. ભરતપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મથુરા જઈ રહેલા 11 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બસમાં 60 લોકો હતા. યાત્રાળુઓને લઈ જતી બસ ક્ષતિગ્રસ્ત રોડની બાજુમાં ઉભી હતી. જેના કારણે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરે ટક્કર મારી હતી અને બાદમાં બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. છેલ્લી બે હરોળમાં બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ થઈ અને કેટલાકના જીવ પણ ગયા.
આ ઘટના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 21 પર હંતારા પાસે વહેલી સવારે બની હતી. મૃતકોમાં 6 મહિલાઓ અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે. સરકાર ઘટના પર સતત નજર રાખી રહી છે અને મૃતકોના પરિવારજનો અને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. સાંસદો અને ધારાસભ્યો પણ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. ગુજરાતની જીજે 47747 બસને Accident નડ્યો હતો. ટ્રેલર ચાલક ફરાર છે.
રસ્તાઓ પર વેરવિખેર મૃતદેહો, હાઈવે પર જામ
Accident બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા પરથી હટાવીને એક બાજુએ રાખ્યો હતો. હાઈવે પર પણ જામ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તે હોશમાં આવશે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો : Shri Krishna : શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણને શા માટે કહેવામાં આવે છે રણછોડ?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે Accident બાદ 108 એમ્બ્યુલન્સ ખૂબ જ મોડી આવી. જો 108 સમયસર પહોંચી ગઈ હોત તો આટલા લોકોનો જીવ ન ગયો હોત અને વધુ લોકોને બચાવી શકાયા હોત.
રાજસ્થાનના ભરતપુરમાં ગુજરાતીઓ સાથે થયેલા Accident અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે રાજસ્થાનના ભરતપુર પાસે માર્ગ અકસ્માતની ઘટના ખૂબ જ આઘાતજનક છે. આ અકસ્માતમાં ગુજરાતના યાત્રાળુઓના મોત થયા છે. હું તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત યાત્રાળુઓ ઝડપથી સાજા થાય તે માટે હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અશોક ગેહલોતે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટ્વીટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
તમને જણાવી દઈએ કે આજે રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર Accidentમાં ભાવનગર જિલ્લાના 11 લોકોના મોત થયા છે. એક મહિનામાં ભાવનગરના યાત્રિકો સાથેનો આ બીજો અકસ્માત છે. ગયા મહિને ઉત્તરાખંડમાં ગુજરાતીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં સાત મુસાફરોના મોત થયા હતા.
#WATCH | Rajasthan | 11 people killed and 12 injured when a trailer vehicle rammed into a bus on Jaipur-Agra Highway near Hantra in Bharatpur District, confirms SP Bharatpur, Mridul Kachawa. The passengers on the bus were going from Bhavnagar in Gujarat to Mathura in Uttar… pic.twitter.com/1nYUkj3J9z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 13, 2023
આ 33 પ્રવાસીઓ ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભાવનગરથી ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી તેઓ સ્થાનિક ખાનગી પ્રવાસી બસમાં આગળ જતા હતા ત્યારે આ Accident થયો હતો. રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં તમામ લોકો ખાનગી બસમાં મથુરા જઈ રહ્યા હતા. રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.