accident : ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,ડમ્પરે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને મારી ટક્કર; વૃદ્ધના શરીરના ટુકડા થઈ ગયા….

accident : ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,ડમ્પરે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને મારી ટક્કર; વૃદ્ધના શરીરના ટુકડા થઈ ગયા….

રાજકોટના ગોંડલ હાઇવે પર ડમ્પરે બાઇકને અડફેટે લીધું છે. આ બાઈકમાં પસાર થતા વૃદ્ધનું અવસાન થયું છે. આ બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા 65 વર્ષના વલ્લભભાઈ બાલુભાઈ શેખલીયાનું મોત નીપજ્યુ છે.

accident
accident

ગોંડલ હાઇવે પર ફરીથી ગમખ્વાર accident સર્જાયો છે. હાઇવે પર ડમ્પરે બાઇકને અડફેટે લેતા ટુ વ્હિલર પર જઇ રહેલા વૃદ્ધનું મોત નીપજ્યુ છે. આજે વહેલી સવારે રોડ ક્રોસ કરતી વખતે ડમ્પરે બાઇકને અડફેટે લેતા મોત નીપજ્યુ છે.

accident
accident

આ accident સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતને કારણે મૃતકના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. હાલ બાઇકચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ambaji mandir : શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું..

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજકોટના ગોંડલ હાઇવે પર ડમ્પરે બાઇકને અડફેટે લીધું છે. આ બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા 65 વર્ષના વલ્લભભાઈ બાલુભાઈ શેખલીયાનું મોત નીપજ્યુ છે. વહેલી સવારે આ accident સર્જાતા સ્થાનિકો પણ એકઠા થઇ ગયા હતા.

accident
accident

આ accidentને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પહેલા પણ અનેકવાર ગોંડલ હાઇવે રક્તરંજીત બન્યો છે. ઓગસ્ટ મહિનામાં લાલ કલરની બ્રેઝા કારના ચાલકે રોડ પર સૂતેલી વૃદ્ધા પર કાર ફેરવી દેતા ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતુ.

accident
accident

આ સમગ્ર બનાવવાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા તાત્કાલિક અસરથી ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ વૃદ્ધાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ગોંડલમાં ખસેડવામાં આવી હતી. વૃદ્ધા રખડતું ભટકતું જીવન જીવતી હોય જેને કારણે હાલ તેની પાસેથી કોઈ તેનું ઓળખ પત્ર મળી આવ્યું નથી.

more article : accident : વડોદરાના નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ચાર લોકોને સામાન્ય ઈજા….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *