accident : ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો હતો ,ગણેશજીની મૂર્તી વીજલાઈનને અડી જતા બે વ્યક્તિના મોત, બે ઇજાગ્રસ્ત
વિસર્જન માર્ગ પર વીજલાઇન ચાલુ કરતી વખતે accident સર્જાયો હતો. મૂર્તિ ઉપર બેઠેલા વ્યક્તિને ચાલુ લાઈન અડી જતા કરંટ લાગ્યો હતો .આ સાથે તેની જપેટમાં અન્ય યુવકો આવી જતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
જેમાંથી બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બેની હાલત નાજુક હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ખંભાત પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ જિલ્લાના ખંભાતમાં 190થી વધુ નાની-મોટી મૂર્તિઓના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પોલીસ ફાયર તરવૈયાની ટીમ સવારથી કામે લાગી હતી. શોભાયાત્રામાં ખંભાતના માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ખંભાત લાડવારાના ઓમ મિત્ર મંડળના યુવાનોની મૂર્તિ ખંભાત નવરત્ન ટોકીઝ પાસે પહોંચી હતી અને અચાનક મૂર્તિ વીજ વાયરના સંપર્કમાં આવી હતી, જેના કારણે મૂર્તિ પાસે બેઠેલા ચારથી વધુ યુવાનો વીજ કરંટ લાગ્યા હતા.
આ પણ વાંચો : Credit Card : શું તમે પણ Credit Card યૂઝ કરો છો? જાણી લો આ 5 વાતો, કરોડો ગ્રાહકો લે છે લાભ
આ યુવકોને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન બે યુવકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત લાડવારા સ્થિત ઓમ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન નવરત્ન ટોકીઝ પાસે વીજલાઈન અથડાતા દર્પણ ઠાકોર, સંદીપ ઠાકોર, અમિત ઠાકોર અને નીરવ ઠાકોરના મોત થયા હતા અને ચારેય યુવાનોને ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં સંદીપ ઠાકોર (ઉંમર 37), અમિત ઠાકોર (ઉંમર 36)ના મોત થયા હતા. જ્યારે દર્પણ ઠાકોર અને નીરવ ઠાકોરની હાલત હાલ નાજુક હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
more article : accident : અમદાવાદમાં ફરી એક અકસ્માત, AMTS બસે લીધો મહિલાનો જીવ, અડફેટે લેતા કરૂણ મોત..