Accident : CM બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે મહિલા કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત, પતિ પત્ની અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત
સમી નજીક એક ગોજારા Accidentની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા ભર્યા મોત થયા છે. ઈક્કો વાન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પતિ પત્ની અને સામે ઈકોમાં સવાર બાળકીનું મોત નિપજ્યું છે. CM બંદોબસ્તમાંથી પરત ફરતા મહિલા કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સમી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દેસાઈ રેખાબેન અને તેમના પતિ વિષ્ણુભાઈનું મોત નિપજ્યું છે. તો ઈક્કોમાં સવાર બાળકીનું પણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્રણ લોકોના મોતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
આ પણ વાંચો : IPO : 26 ઓક્ટોબરે ઓપન થઈ રહ્યો છે IPO,પ્રથમ દિવસે 55% ફાયદાનો સંકેત! જાણો વિગત
આ પહેલા ખેરાલુના દાસત પાસે બાઇક અને મીની ટ્રક વચ્ચે ગમખ્વાર Accident સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત થયા હતા એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેરાટી છવાઇ ગઇ હતી. બાઇક પર મંદિરથી પરત ફરતા હતા ત્યારે મીની ટ્રકે ટક્કર મારતા માતા –પિતા અને પુત્ર ત્રણેય કરૂણ મોત થયા છે. ત્રણેયની એક સાથે મોતથી પરિવારનો માળો વિખાય ગયો. ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે.
તો બીજી તરફ રાજયમાં નાની ઉંમરે થતાં હાર્ટ અટેકથી મોતે ચિંતા વધારી છે. રોજ બેથી ત્રણ કેસ સરેરાશ હાર્ટ અટેકના બની રહ્યાં છે, કોરોના બાદ હાર્ટ અટેકના વધતાં કેસના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યાં છે. સુરતમાં પણ વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે.
સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં 25 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. રાજકુમાર શાહને અચાનક અસ્વસ્થતા અનુભવાતા તે નીચે બેસી ગયો હતો અને બાદ તેમને હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો હતો. રાજકુમાર શાહુ જમ્યાં બાદ હજીરાની એક કંપનીમાં કોલસો ભરવા ગયો હતો આ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી અને તે ત્યાં જ ટ્રક સામે બેસી ગયો હતો.
આ ઘટનાના પગલે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતી. જો કે અહીં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક રીતે તપાસમાં હાર્ટ અટેકથી મોતનું કારણ સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લઇ જવાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું.
more article : Accident : યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત, ત્રણ બાળકોની હાલત નાજુક